For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરીક્ષા આપ્યા વિના જ પાસ થશે કોલેજ અને યુનિવર્સિટીના છાત્રો

મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કરીને કોલેજમાં યોજાનારી ફર્સ્ટ અને સેકન્ડ યરની પરીક્ષોઓને કેન્સલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કરીને કોલેજમાં યોજાનારી ફર્સ્ટ અને સેકન્ડ યરની પરીક્ષોઓને કેન્સલ કરી દીધી છે. એટલે કે બીએ, બીકોમ અને બીએસસી માટે આ વર્ષે પહેલા અને બીજા વર્ષની પરીક્ષાઓ નહિ લેવાય. માત્ર અંતિમ વર્ષના છાત્રો માટે પરીક્ષા લેવામાં આવશે. ત્રીજા વર્ષના ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા જુલાઈ મહિનામાં થશે અને જો સ્થિતિ નહિ બદલાય તો 20 જૂન બાદ ફરીથી નિર્ણય લેવાશે. સરકારના નિર્ણય બાદ હવે રાજ્યમાં બધી યુનિવર્સિટીઓએ ત્રીજા વર્ષના છાત્રોની ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જારી કરવાનુ રહેશે.

examination

આ અંગેની માહિતી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે આપી છે. તેમણે કહ્યુ કે રાજયની બધી કોલેજો અને વિશ્વવિદ્યાલયોના અંતિમ વર્ષા છાત્રોને છોડીને બધા છાત્રોને પરીક્ષા વિના જ આગલા વર્ષમાં પ્રમોશન આપવામાં આવશે. આ છાત્રોને કોરોના મહામારીના કારણે ચાલી રહેલ લૉકડાઉનના કારણે પરીક્ષા વિના જ આગલા વર્ષમાં પ્રમોટ કરવામાં આવશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઉદય સામંતે કહ્યુ કે છેલ્લા વર્ષના છાત્રોની પરીક્ષા જુલાઈમાં થશે.

ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં કોરોના વાયરસના કારણે ત્રીજા તબક્કામાં લૉકડાઉન ચાલી રહ્યુ છે કે જે 17 મે સુધી છે. લૉકડાઉનના કારણે બધા સ્કૂલ, કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બંધ છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સંભવતઃ પહેલુ એવુ રાજ્ય છે જેણે પ્રથમ અને દ્વિતીય વર્ષના છાત્રોને પરીક્ષા વિના આગલા વર્ષમાં પ્રમોશન કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે બધી કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં છાત્રોને ઑનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ આખો મે મહિનો મહારાષ્ટ્રમાં લાગુ રહેશે લૉકડાઉન, ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેતઆ પણ વાંચોઃ આખો મે મહિનો મહારાષ્ટ્રમાં લાગુ રહેશે લૉકડાઉન, ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત

English summary
maharashtra college and universities exams only for last year student
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X