નાઈટ કર્ફ્યુ અને લૉકડાઉનથી મહારાષ્ટ્રમાં ઘટવા લાગ્યા કોરોના કેસ, જાણો શું છે સ્થિતિ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કાબુ થતા થતા કોરોના વાયરસ ફરીથી કોહરામ મચાવવા લાગ્યો છે. સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ચેતવણી આપી છે કે જો લોકોએ કોવિડ નિયમોનુ પાલન ન કર્યુ તો ફરીથી લૉકડાઉન લગાવવુ પડી શકે છે. જો કે ઘણા શહેરોમાં નાઈટ કર્ફ્યુથી લઈને લૉકડાઉન સુધી લગાવવાનુ શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. વળી, સંક્રમણને રોકવા માટે કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આનાથી કોરોના કેસમાં ઘટાડો જોઈ શકાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તેમને કોરોનાની બીજી લહેરની ચિંતા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાથી 52000 લોકોના મોત થઈ ચૂક્યા છે.
મીડિયા સાથે વાત કરીને ઠાકરેએ કહ્યુ કે કોરોનાથી બચવાનો સામાન્ય મંત્ર છે માસ્ક પહેરવુ. આ મંત્રનુ પાલન કરીને લૉકડાઉનથી બચી શકાય છે. તેમણે કહ્યુ કે આગામી 8 દિવસની અંદર ફરીથી સ્થિતિની સમીક્ષા થશે અને લૉકડાઉન પર નિર્ણય લેવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી નિતિન રાઉતે કહ્યુ કે કોરોના વાયરસના કેસોમાં લેટેસ્ટ ઉછાળાને જોતા નાગપુર જિલ્લામાં કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરીને રાઉતે કહ્યુ કે મંગળવારથી 7 માર્ચ સુધી સ્કૂલ, કૉલેજ અને કોચિંગ કક્ષાઓ બંધ રહેશે. જ્યારે આ સમય દરમિયાન શનિવાર અને રવિવારે મુખ્ય બજારો નહિ ખુલે. તેમણે કહ્યુ કે 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મેરેજ હૉલ બિન ઑપરેશનલ થશે અને સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અનુમતિ નહિ આપવામાં આવે. જિલ્લા પ્રશાસનને કોરોના ટેસ્ટ શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
અમદાવતીમાં એક સપ્તાહનુ આંશિક લૉકડાઉન
મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસોને જોતા અમરાવતીના ડિવિઝનલ કમિશ્નરે પાંચ જિલ્લાઓને આંશિક લૉકડાઉન લગાવ્યુ છે. આ શહેર છે - અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશિમ અને યવતમાલ. આ બધા જિલ્લાઓમાં આગલા સાત દિવસ માટે આંશિક લૉકડાઉનનુ પાલન કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 43માંથી 26 મંત્રીને કોરોના થઈ ચૂક્યો છે. આમાંથી પાંચમાં સંક્રમણની પુષ્ટિ ગયા એક સપ્તાહમાં થઈ છે. ભૂજબળ સહિત આમાં જળ સંશાધન મંત્રી જયંત પાટિલ, ખાદ્ય અને ઔષધિ પ્રશાસન મંત્રી ડૉ. રાજેન્દ્ર શિંગણે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને શિક્ષણ રાજ્યમંત્રી ઓમપ્રકાશ બાબારાવ કડૂ શામેલ છે. આ ઉપરાંત ઘણા ધારાસભ્ય પણ સંક્રમિત થઈ ચૂક્યા છે.