મહારાષ્ટ્ર સંકટઃ રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગે છે, શું કહે છે સંવિધાન? જાણો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સંવૈધાનિક પ્રાવધાનો પર વિચાર કરવા માટે રાજ્યના મહાધિવક્તાનું મંતવ્ય પણ લઈ રહ્યા છે. એવામાં જાણવું દિલચસ્પ રહેશે કે મહારાષ્ટ્રમાં જે રાજકીય હાલાત પેદા થયા છે, તેમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાને લઈ સંવિધાનમાં શું પ્રાવધાન છે? જો એકવાર રાષ્ટ્રપતિ લાગૂ કરી દેવામાં આવે તો શું તેને અધવચ્ચે ખતમ કરી શકાય છે? રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ રાજ્ય વિધાનસભાનો શું રોલ હશે, જેના માટે 288 ધારાસભ્યો હાલમાં જ ચૂંટાયેલા છે? જો અધવચ્ચે જ કોઈ પાર્ટીએ બહુમત લાયક ધારાસભ્યોનું સમર્થન મેળવી લે ત્યારે શું થશે?

શું હોય છે રાષ્ટ્રપતિ શાસન?
જ્યારે દેશના કોઈ રાજ્યમાં સંવૈધાનિક મશીનરી ઠપ પડી જાય ચે અથવા કોઈ ચૂંટાયેલ પક્ષ સરકાર ચલાવવા લાયક બહુમત મેળવવામાં સક્ષમ નથી થઈ શકતો તો કેન્દ્ર સરકાર સંવિધાનના આર્ટિકલ 356નો ઉપયોગ કરી શકે છે, જેને સામાન્ય ભાષામાં રાષ્ટ્રપતિ શાસન કહેવાય છે. જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે, તે સીધું કેન્દ્ર સરકારના નિયંત્રમાં આવી જાય છે અને ત્યાં ગવર્નર રાષટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારની જવાબદારીઓને પૂરી કરે છે. જેવું જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ જાય છે અને સંબંધિત રાજ્યમાં ચૂંટાયેલ સરકાર હાજર પણ હોય છે (વિધાનસભાનો કાર્યકાળ બાકી હોવા છતાં) તો તે વિઘટિત થઈ જાય છે અને ત્યાં ગવર્નર મુખ્યમંત્રીની કાર્યકારી જવાબદારીઓને નિભાવવી શરૂ કરી દે ચે. અત્યાર સુધી દેશમાં 125 વખત સંવિધાનના આ પ્રાવધાનનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે. રાજનૈતિક રૂપે આ કલમની આલોચના પણ ખૂબ થઈ છે કે કેન્દ્ર સરકારે કેટલીયવાર રાજકીય ફાયદો ઉઠાવવા માટે તેનો રાજનૈતિક ઉપયોગ કર્યો છે.

કેટલા દિવસ સુધી લાગૂ રહી શકે રાષ્ટ્રપતિ શાસન?
એકવાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ તેના પર સંસદના બંને સદનમાં મોહર લાગવી જરૂરી હોય છે. જો બંને સદનથી રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળી જાય ચે તો આ એકવારમાં 6 મહિના સુધી લાગૂ રહી શકે છે. જો કે વિશેષ પરીસ્થિતિઓમાં તેનો સમયગાળો વધારી પણ શકાય છે, પરંતુ તે કોઈપણ રીતે ત્રણ વર્ષથી વધુ ન હોય શકે. આ દરમિયાન તેને 6 મહિને બંને સદનમાં પાસ કરાવવું આવશ્યક હોય છે. સંવિધાનના જાણકારો મુજબ આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે એખ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગૂ રહ્યા બાદ ચૂંટણી પક્ષ કહી દે કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિને જોતા તેઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં સક્ષમ નથી.

મહારાષ્ટ્રના મામલામાં શું થશે?
જો આઠ નવેમ્બર સુધી મહારાષ્ટ્રમાં કોઈપણ ગઠબંધનની સરકાર નથી બનતી તો રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંવિધાનના આર્ટિકલ 356 અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી શકે છે. જણાવી દઈએ કે હાલની વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે અને હજુ પણ રાજ્યમાં નવી વિધાનસબાનું ગઠન થઈ શક્યું નથી. આની સાથે જ હાલની દેવેન્દ્ર ફડણવીસ સરકારનો વર્તમાન કાર્યકાળ પણ પૂરો થઈ જશે. આ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાજ્યપાલની અનુશંસાને મંજૂરી આપી શકે છે અને વિધાનસબાને સસ્પેન્ડની સ્થિતિમાં રાખી શકે છે. જો કે છ મહિનામાં કોઈપણ પક્ષ ગઠબંધનથી સરકાર બનાવવા લાયક ધારાસભ્યોનું સમર્થન દેખાડી રાજ્યપાલને સંતુષ્ટ કરી દેશે તો રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ શાસનને અધવચ્ચે જ ખતમ કરી શકે છે. અગાઉ 2014માં મહારાષ્ટ્રમાં કેટલાક દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારે વિધાનસભા ચૂંટણીના કેટલાક દિવસો પહેલા જ એનસીપીએ કોંગ્રેસની ગઠબંધન સરકારનું સમર્થન મેળવી લીધું હતું.
બે દિવસીય પ્રવાસ પર બ્રાઝિલ જશે પીએમ મોદી, બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે