ભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ
નવી દિલ્લીઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરીથી એકવાર ભૂકંપના ઝટકા આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોથી મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. નાસિક, પાલઘર, મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે.
શુક્રવારે સવારે આવેલ ભૂકંપથી લોકો ડરીને પોતાના ઘરોની બહાર નીકળી ગયા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે 3.57 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના તીવ્રતા 3.5 માપવામાં આવી. જો કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલનુ નુકશાન થયુ નથી પરંતુ વારંવાર આવી રહેલ ભૂકંપના ઝટકાના કારણે લોકો ડરેલા છે.
છેલ્લા અમુક દિવસોમાં નાસિકમાં ભૂકંપના ઘણા ઝટકા આવ્યા છે. મંગળવારે નાસિકમાં અડધા કલાક દરમિયાન ભૂકંપના બે ઝટકા અનુભવાયા. આ પહેલા સોમવારે મુંબઈથી 102 કિલોમીટર ઉત્તરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.5 માપવામાં આવી. મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં સતત અનુભવાયેલા ભૂકંપના ઝટકાને કારણે લોકો ડરેલા છે.
57 ટકા અમદાવાદીઓ વારંવાર ટ્રાફિક નિયમો તોડે છેઃ સ્ટડી