For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS પાસે માગણી, 2019ની ચૂંટણી જીતવી હોય તો મોદીને બદલે ગડકરીને આગળ લાવો

2019ની ચૂંટણી જીતવી હોય તો મોદીને બદલે ગડકરીને આગળ લાવો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના એક ખેડૂત આગેવાને 2019 લોકસભા ચૂંટણી જીતવા માટે પીએમ મોદીના ચહેરાની જગ્યાએ નિતિન ગડકરીને આગળ લાવવાની માગણી કરી છે. આ માગણી મહારાષ્ટ્ર સરકારની પેનલ વસંતરાવ નાયક શેતી સ્વાવલંબન મિશનના ચેરમેન કિશોર તિવારીએ કરી છે. આ માંગથી ભાજપ અને ફડણવીસ સરકાર મુંઝવણમાં છે, તિવારીએ આ માગણી એ દિવસે કરી જ્યારે પીએમ મોદી થાણે અને પુણે મેટ્રોના શિલાન્યાસ સહિતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પત્ર લખ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પત્ર લખ્યો

રાજ્યમંત્રી કિશોર તિવારીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પત્ર લખીને કહ્યુ્ં કે 2019ની લોકસભા ચૂંટણીમાં જો ભાજપ જીતવા માગે છે તો નરેન્દ્ર મોદીની જગ્યાએ ગડકરીને પીએણ પદનો ચહેરો બનાવવા જોઈએ. તિવારીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ સુરેશ જોશીને લખેલ પત્રમાં કહ્યું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હારનું કારણ નેતાઓનો અહંકાર છે. તેમણે નોટબંધી, જીએસટી અને ઓઈલની કિંમતોમાં વધારા જેવા ફેસલાને હારનું કારણ માન્યું છે.

પત્રમાં શું લખ્યું

પત્રમાં શું લખ્યું

તેમણે કહ્યું કે જે કોઈપણ નેતા, પાર્ટી અને સરકારમાં અતિવાદી અને તાનાશાહ વાળું વલણ રાખે છે તે સમાજ અને દેશ માટે ખતરનાક છે. જો ઈતિહાસ પુનરાવર્તિત કરવા ન માગતા હોય તો 2019ની ચૂંટણીમાં નેતૃત્વ ગડકરીના હાથમાં આપી દો.

મોદીને કાઢવાની માગણી

મોદીને કાઢવાની માગણી

આરએસએસ પ્રમુખને લખેલ પત્રમાં કિશોર તિવારીએ કહ્યું, મોદી અને શાહના દ્રષ્ટિકોણ પર વિચાર કરે છે, જેમણે દેશમાં એક ડર પેદા કરવાનું કામ કર્યું છે, એમની જગ્યાએ ગડકરી જેવા સ્વીકાર્ય અને સભ્ય નેતા હોવા જરૂરી હતા, જે તમામ દ્રષ્ટિકોણ અને ગઠબંધન દળોનો સાથ લઈ શકે છે, સામાન્ય સહમતિ વિકસિત કરી શકે છે અને લોકો વચ્ચેનો ડર દૂર કરી શકે છે.

માલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસોમાલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસો

English summary
Maharashtra farmer leader has demanded that rss must replace Narendra Modi with Nitin Gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X