મહારાષ્ટ્રમાં દૂધના ભાવ વધારવા માટે આંદોલન ચાલુ, વિરોધ પક્ષે ભાજપ સરકારને કહ્યું, ખેડૂત વિરોધી
મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દૂધના ભાવમાં વધારા માટે આંદોલન સોમવારથી ચાલુ છે, જેના પછી દૂધના સપ્લાયને લઈને મોટી મુશ્કેલી ઉભી થઇ ગઈ છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોના લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંદોલન દરમિયાન મુંબઈ, પુણે, નાગપુર, નાસિક અને અન્ય મોટા શહેરોમાં માટે જતા દૂધના ટેન્કરોને વચ્ચે જ રોકી લેવામાં આવ્યા હતા. દૂધના ભાવ વધારવા માટે ઉગ્ર આંદોલન કરી રહેલા સ્વાભિમાની શેતકારી સંગઠન એ આખા મહારાષ્ટ્રમાં દૂધના સપ્લાયને ઠપ કરી નાંખવાની ધમકી આપી છે. જયારે મુંબઈમાં દૂધની અછતના ભયથી લોકો દૂધ ખરીદી તેને સ્ટોર કરી રહ્યા છે.

દૂધની કિંમત લિટર દીઠ 5 રૂપિયાના વધારાની માંગ
સ્વાભિમાની શેતકારી સંગઠન માંગણી કરી કે દૂધની કિંમત પ્રતિ લિટર રૂપિયા વધારે. તેઓ માંગ કરે છે કે બટર અને દૂધના પાઉડર પરથી જી.એસ.ટી. પણ દૂર કરવું જોઈએ. તે જ સમયે સરકાર આ કિંમતને રૂ. 3 સુધી વધારવા તૈયાર હતી. સરકારનું એ પણ કેહવું છે કે ખેડૂતોની બધી માંગો માની લેવામાં આવી છે, પરંતુ શેતકારી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટી ખેડૂતોને ભડકાવી રહ્યા છે અને તેઓ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી.

સરકાર પર શિવસેનાનો મોટો હુમલો
આ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને વિરોધ પક્ષોએ સરકાર પર હુમલો કર્યો. વિધાનસભામાં વિરોધી પક્ષોએ ઉગ્રતાથી વિરોધ કર્યો અને સરકારને ખેડૂત વિરોધી કહ્યું. વિપક્ષના સભ્યોએ સભામાંથી વૉક આઉટ કર્યું હતું. શિવસેનાએ હુમલો કરતા કહ્યું કે શું સરકાર દૂધ ખેડૂતોને સબસિડી નથી આપી શકતી? શું તેઓ તેમની સાથે વાત પણ કરી શકતા નથી? તમે (સરકાર) ખેડૂતોનું સાંભળી નથી રહ્યા, પરંતુ તમે બુલેટ ટ્રેનો અને મેટ્રો રેલવે જેવા પ્રોજેક્ટ પર 300-400 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છો. શું ખેડૂતોએ બુલેટ ટ્રેનની માંગ કરી?

સરકારનો દાવો, તમામ માગણીઓ સ્વીકારવામાં આવી હતી
સરકારે એવો દાવો કર્યો હતો કે તે સંગઠનોનું પ્રતિનિધિત્વ કરનારાઓ એ દૂધના સપ્લાયને બંધ કરી દીધો છે, જે ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓની નારાબાજી સભામાં ચાલુ રહી અને તેઓ સરકાર પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. જયારે હંગામાને જોઈને સભામાં સ્પીકરએ ખાતરી આપી કે તેઓ સીએમ ફણડવિસને આ બાબતે બેઠક બોલાવી અને તેમને ઉકેલવા માટે કેહશે. તે જ સમયે નેતા પ્રતિપક્ષએ જણાવ્યું હતું કે જો ખરેખર શિવસેના ખેડૂતોના મુદ્દે ગંભીર છે તો કેમ તેઓ સરકારથી અલગ થઇ જતા નથી.