For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ફડણવીસના આશ્વાસન પછી ખેડૂતોએ આંદોવન પાછું લીધુ

નાસિકથી પગપાળા આવેલા ખેડૂતોની તમામ માંગણીઓ લેખિતમાં ફડણવીસ સરકારે સ્વીકારતા, ખેડૂતોએ પોતાનું આંદોલન પાછું ખેચ્ચું છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ મુંબઇના આઝાદ મેદાનમાં આજે સવારે લાલ રંગના સમુદ્રમાં ફેરવાઇ ગયેલું ખેડૂતોનું આંદોલન આખરે સુખદ રીતે સમાપ્ત થયું છે. 6 માર્ચથી નાસિકથી પગપાળા નીકળેલા અને 180 કિલોમીટર ચાલીને આવેલા 35 હજારથી વધુ ખેડૂતોએ જ્યારે લાલ ઝંડો બતાવ્યો તો મહારાષ્ટ્ર સરકારે પણ દોડતા આવ્યું પડ્યું. અને સરકાર દ્વારા જ્યારે તેમની તમામ માંગણીઓને લેખિતમાં સ્વીકારવામાં આવી છે અને તે અંગે જલ્દી જ પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે હવે આ આંદોલન પછી ખેડૂતો સરકારે જે રીતે નાસિક પરત ફરવાની વ્યવસ્થા કરી છે તે મુજબ તેમના વતન પરત ફરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતો સાથે 3 કલાક બેઠક કરી હતી. જે પછી તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતો અને આદિવાસીઓ પ્રત્યે સંવેદનશીલ અને સકારાત્મક છે.

farmer

જો કે શિસ્તબંધ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતો માટે મુંબઇગરો પણ પોતાની દિલદારી બનાતી. રસ્તામાં અનેક સમુદાય અને રેસીડન્ટ એસોશિયેશન દ્વારા રસ્તા પર ચાલી રહેલા ખેડૂતોને પાણી, બિસ્ટકીટ અને પોહાથી લઇને ચા જેવી વસ્તુઓ આપવામાં આવી. જો કે આ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પણ પહેલાથી જ કહ્યું હતું કે તે એકદમ શાંતિપૂર્ણ રીતે પોતાનું પ્રદર્શન કરશે. સભાના અધ્યક્ષ અશોક ઘાવલેએ કહ્યું હતું કે અમારા આ પ્રદર્શનથી મુંબઇને કોઇ પણ રીતની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. વળી બોર્ડની પરીક્ષાને જોતા તેમણે તેમનું પ્રદર્શન 11 વાગ્યાથી શરૂ કર્યું જેથી 10માં ધોરણના વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ના પડે.

mumbai

જો કે શિવસેના, મનસે અને નવનિર્માણ સેના દ્વારા પણ આ પ્રદર્શનને સમર્થન મળ્યું હતું. જો કે ધણાં લાંબા સમય પછી ભારતમાં તેવું એક શાંતિપૂર્ણ પ્રદર્શન થયું છે જેણે પોતાની માંગણી માટે વિરોધ કરી રહેલા લોકો માટે એક મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે. પોતાની માંગણી માટે બસો અને રસ્તાના ટાયરો બાળતા લોકોએ આ જગતના તાત સમાન ખેડૂતોના શાંતિપૂર્વક પ્રદર્શનથી કંઇક શીખવું જોઇએ.

English summary
Maharashtra farmers call off strike as government agrees to demands. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X