CM ઠાકરેએ પીએમ મોદીની આપી માહિતી, મહારાષ્ટ્રે વેક્સીન વિતરણ માટે રચી ટાસ્ક ફોર્સ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદી આજે (મંગળવાર) કોરોનાથી વધુ પ્રભાવિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કેન્દ્રના પગલાંની માહિતી આપી તો મુખ્યમંત્રીઓએ રાજ્યના સ્તરે લેવામાં આવી રહેલા પગલાંને જણાવ્યા. બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રીને માહિતી આપી કે વેક્સીનના વિતરણ માટે તેમની સરકાકર સતત તૈયારી કરી રહી છે અને આના માટે ટાસ્ક ફોર્સ પણ રચી છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે તે સીરમ ઈન્સ્ટીટ્યુટના અદાર પૂનાવાલા સાથે સતત સંપર્કમાં છે જે ભારતમાં ઑક્સફૉર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહ્યા છે. આ સાથે સાથે મહારાષ્ટ્ર સરકારે વેક્સીનના સમયે વિતરણ સુનિશ્ચિત કરવા અને રસીકરણ કાર્યક્રમને કાર્યન્વિત કરવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. બેઠકમાં મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ, દિલ્લી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શામેલ છે.
પીએમ મોદીની આગેવાનીમાં થયેલી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીની બાકી ચૂકવણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યુ કે કોરોના સામે લડાઈ પૈસા વિના સંભવ નથી. રાજ્ય મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે એવામાં કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીના બાકી પૈસા આપે.
કોરોનાને વધતા કેસ વચ્ચે PMની મુખ્યમંત્રીઓ સાથે બેઠક