For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ડાંસ બાર ખોલવાના વિરોધમાં વટહુકમ લાવશે મહારાષ્ટ્ર સરકાર, આપ્યા સંકેત !

મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ડાંસ બાર ખોલવાના વિરોધમાં વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવીને મુંબઈમાં ડાંસ બાર ખોલવાની મંજૂરી આપી દીધી હતી. વળી સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આ આદેશના વિરોધમાં વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર સરકાર વટહુકમ લાવીને અમુક નિયમો નક્કી કરી શકે છે. આ અંગે આગામી કેબિનેટ મીટિંગમાં નિર્ણય થઈ શકે છે.

dance bar

રાજ્ય સરકારના મંત્રી સુધીર મુંગતીવારે કહ્યુ કે સરકાર અદાલતના આદેશનું સમ્માન કરે છે પરંતુ મુંબઈમાં ડાંસ બાર ચલાવવા દેવામાં આવશે નહિ. તેમણે કહ્યુ કે લોકોના વલણ અને રાજ્યની સાંસ્કૃતિક સુંદરતાને બચાવવા માટે ડાંસ બાર બંધ કરાવવાનો વટહુકમ લાવવાથી સરકાર પીછેહટ નહિ કરે. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશની કોપી મળ્યા બાદ વકીલ સાથે આના પર ચર્ચા બાદ વટહુકમની રુપરેખા નક્કી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે મુંબઈમાં ડાંસ બાર ખોલવાની પરવાનગી આપી દીધી હતી. ઈન્ડિયન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને ડાંસ બાર અંગે રાજ્ય સરકારના નવા નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. આના પર કોર્ટે અમુક શરતો સાથે ડાંસ બાર ખોલવાની મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટે બારમાં ઓર્કેસ્ટ્રા અને ટિપ આપવાની મંજૂરી આપી પરંતુ બારની અંદર નોટ ઉડાવવી કે સિક્કો ઉછાળવાની મંજૂરી આપી નથી.

અદાલતે પોતાના ચુકાદામાં મહારાષ્ટ્ર સરકારના કાયદામાં અશ્લીલતા પર સજાની ત્રણ વર્ષની જોગવાઈને મંજૂરી આપી દીધી હતી. કોર્ટે મુંબઈ જેવા શહેરમાં ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોથી એક કિલોમીટરની અંતરે ડાંસ બાર હોવાના નિયમને તર્કસંગત નથી માન્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે વર્ષ 2005થી સરકાર તરફથી એક પણ ડાંસ બારને લાયસન્સ આપવામાં આવ્યુ નથી. નવા નિયમોને આધાર બનાવીને ડાંસ બાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ ન લગાવી શકાય. નિયમ હોઈ શકે છે પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ ન હોવા જોઈએ.

આ પણ વાંચોઃ કંગનાની 'મણિકર્ણિકા'થી નારાજ થઈ કરણી સેના, આપી તોડફોડની ધમકીઆ પણ વાંચોઃ કંગનાની 'મણિકર્ણિકા'થી નારાજ થઈ કરણી સેના, આપી તોડફોડની ધમકી

English summary
maharashtra government can bring an ordinance to enforce rules to regulate dance bar in state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X