મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર, થર્મલ સ્ક્રિનિંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ ફરજીયાત
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. ગત 24 કલાકમાં 8000થી વધુ સંક્રમણના મામલા સામે આવ્યા છે. અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી કાલથી લૉકડાઉનને બદલે અનલૉક-1 શરૂ થવા જઈ રહ્યું છે. જેમા ગાઈડલાઈનની સાથોસાથ લગભગ દરેક ચીજો ખુલશે. આ ક્રમમાં મહારાષ્ટ્ર સરકારે સરકારી ઑફિસમાં નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં દરરોજ સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલનની સાથોસાથ થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઈઝર, માસ્કનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રબાવિત થનાર રાજ્ય છે.
મહારાષ્ટ્રના સરકારી કાર્યાલયોમાં ઓછી ક્ષમતા સાથે કામ થઈ રહ્યું છે. જો કે હજી સ્પષ્ટ નથી થી શક્યું કે લોકો કામ પર ક્યારથી પાછા ફરશે. મહારાષ્ટ્ર શાસનના પ્રધાન સચિવ પ્રદીપ વ્યાસે ગાઈડલાનની કોપી જાહેર કરી. ગઈડલાઈન મુજબ ઑફિસમાં ટ્રિપલ લેયર માસ્ક પહેરીને જ કામ કરવાનું છે. આ ઉપરાંત ઑફિસમાં તમામ લોકો 20 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોય. મોઢું, નાક અને આંખને વારંવાર અડવી નહ. ખાંસતી અને છીંકતી વખતે માસ્ક કે રૂમાલનો ઉપયોગ કરવો. દરરોજ સ્વચ્છ રૂમાલનો ઉપોગ કરો. કાર્યાલયમાં કર્મચારી વચ્ચે 3 ફીટની દૂરી ફરજિયાત છે. જરૂરી બેઠકોમાં પણ આવી વ્યવસ્થાય હોય.
એટલું જ નહિ, જે કર્મચારી કે અધિકારીનું તાપમાન 100.4 ડિગ્રી ફૉરેનહાઈટથી વધુ હોય, તેને તરત જ હોસ્પટલે દાખલ કરવામાં આવે. કોરોના સંદિગ્ધ કર્મચારીને 14 દિવસ સુધી ઑફિસમાં આવવા ના દો. સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ ક્વોરેન્ટાઇન કરો. કાર્યાલયની લિફ્ટ, લિફ્ટના બટન અે ખુરસીને ત્રણવાર સેનટાઈઝ કરો. એક જ ગાડીમાં વધુ લોકો ના જાવ. ઈ-ઓફિસનો વધુમાં વધુ ઉપયોગ કરો. ઈમેલ કરો. ઑફિસમાં કોમ્પ્યુટર, કી બોર્ડ, માઉસ, પ્રિંટર, સ્કેનર વગેરેની સફાઈ સુનશ્ચિત કરો. 70 ટકાથી વધુ એલ્કોહોલ વાળા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. કાર્યાલયના શૌચાલયમાં દિવસમાં 3 વાર સોડિયમ હાઈપોક્લોરાઈટ ડિટર્જેન્ટથી સફાઈ કરો.
ટ્વિટર પર યૂઝરે પૂછ્યું- સોનૂ સૂદ તમારી એનર્જીનું રાજ શું છે, એક્ટરે આપ્યો દીલ જીતી લે તેવો જવાબ