For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31મી ડિસેમ્બરે મુંબઈમાં રાતભર ખુલ્લાં રહેશે બાર, હોટલ, પબ

31મી ડિસેમ્બરે મુંબઈમાં રાતભર ખુલ્લાં રહેશે બાર, હોટલ, પબ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરી મુંબઈમાં 31મી ડિસેમ્બરની રાત્રે પબ, બાર, હોટલ ખુલ્લા રાખવા કહ્યું છે, જેથી લોકો નવા વર્ષે પાર્ટી વગેરે કરી શકે. 31મી ડિસેમ્બરે સાંજે શહેરોમાં લોકો પાર્ટી કરે છે અને નવા વર્ષનું સ્વાગત કરે છે. એવામાં હંમેશા લોકોની માગણી રહેતી હોય છે કે મોડે સુધી હોટલ અને બાર ખુલાં રહે. મહારાષ્ટ્ર સરકારે આ વખતે આ વાતનું ધ્યાન રાખ્યું છે.

31st night

31 ડિસેમ્બરની રાત્રે હંમેશા હોટલ અને બાર ખુલ્લાં રહે છે પરંતુ કેટલીય વાર પ્રશાસન કાયદાનો હવાલો આપીને બંધ કરાવી દે છે. જેને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે કે આ દરમિયાન સુરક્ષાને લઈને પણ પ્રશાસને સતર્કતાનો આદેશ આપ્યો છે.

મુંબઈ પોલીસ ડીસીપીની પીઆરઓ મંજૂનાથ સિંગે જણાવ્યું કે 31 ડિસેમ્બર રાત્રે મુંબઈમાં 40 હજાર સુરક્ષાકર્મી તહેનાત કરી દેવામાં આશે. જેથી કરીને કોઈ ગડબડીની આશંકાને ખતમ કરી શકાય. તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સાદા કપડાંઓમાં પણ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવશે. જ્યારે શહેરમાં વિવિધ જગ્યા પર લાઈવ કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ 31મી ડિસેમ્બરની સાંજે સુરક્ષાને લઈને દિશા-નિર્દેશ પ્રશાસને જાહેર કર્યા છે. દિલ્હી પણ આમાં સામેલ છે.

આ પણ વાંચો- દિલ્લીના શેલ્ટર હોમમાં બાળકીઓ સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં નાખતા મરચુ

English summary
Maharashtra Govt orders bars hotels pubs open on 31 December night in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X