• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Maharashtra, Haryana election results 2019: રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે ખટ્ટર

|

21 ઓક્ટોબરે હરિયાણા અને મહરાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેની સાથે જ દેશની 51 વિધાનસભા સીટ અને 2 લોકસભા સીટ પર પેટા ચૂંટણી પણ થઈ હતી. મહારાષ્ટ્રમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 60.05 ટક મતદાન થયું હતું જે 2014ના આંકડાઓથી 3.03 ટકા ઓછું છે જ્યારે હરિયાણામાં 65 ટકા મતદાન થયું જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં 11.54 ટકા ઓછું છે. હવે આજે 24મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે જ તમામ પેટાચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ રહ્યાં છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળતો દેખાડવામાં આવ્યો છે. ત્યારે અહીં જાણો હકિકતમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી શકે છે કે કેમ? વન ઈન્ડિયા ગુજરાતી પર મેળવો હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામની લાઈવ અપડેટ...

bjp

દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે સુભાષ ચોપડાની પસંદગી, કીર્તિ આઝાદને મળ્યું આ પદ

Newest First Oldest First
9:28 PM, 24 Oct
ગોપાલ કાંડા 6 ધારાસબ્યો સાથે દિલ્હી જવા રવાના થયા છેઃ ગોવિંદ કાંડા
8:36 PM, 24 Oct
હરિયાણા
2 અપક્ષ ઉમેદવારો સાથે ભાજપના સાંસદ સુનિતા દુગ્ગલ ચાર્ટર પ્લેનમાં દિલ્હી જવા રવાના
8:35 PM, 24 Oct
ભાજપની ટીમ, અમિત ભાઈ અને નડ્ડાજીને ચૂંટણી અભિયાન માટે ખુબ અભિનંદનઃ પીએમ મોદી
8:34 PM, 24 Oct
મહારાષ્ટ્રમાં 50 વર્ષ બાદ પહેલીવાર કોઈ મુખ્યમંત્રીને સતત 5 વર્ષ સુધી સેવા કરવાનો મોકો મળ્યોઃ પીએમ મોદી
8:24 PM, 24 Oct
હરિયાણામાં બીજીવાર મનોહર લાલ ખટ્ટર પર જનતાનો બીજીવાર વિશ્વાસ વ્યક્ત કરવો મોટી વાતઃ મોદી
8:23 PM, 24 Oct
મને વિશ્વાસ છે કે દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં મહારાષ્ટ્ર-હિરાયણા આગલા 5 વર્ષમાં વિકાસની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરશેઃ મોદી
6:45 PM, 24 Oct
હરિયાણા
રાજ્યપાલ સત્યદેવ આર્યને મળશે સીએમ મનોહર લાલ ખટ્ટર, સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
5:34 PM, 24 Oct
રાજસ્થાન પેટા ચૂંટણી
કોંગ્રેસ પાર્ટી અને નેશનલ લોકતાંત્રિક પાર્ટી (RPL) એ એક-એક બેઠક જીતી
5:32 PM, 24 Oct
મહારાષ્ટ્ર
હું બહું ખુશ છું કે જનતાએ મને આટલા માર્જિન અને મતોથી આશીર્વાદ આપ્યા છે: આદિત્ય ઠાકરે
5:27 PM, 24 Oct
મહારાષ્ટ્ર
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે વરલી વિધાનસભાથી વિજય બાદ રીટર્નિંગ અધિકારી પાસે પ્રમાણપત્ર લેવા માટે પહોંચ્યા છે
5:26 PM, 24 Oct
મહારાષ્ટ્ર
નેતાઓએ અમારું સમર્થન આપવાનું નક્કી કર્યું છે, જેમાં શિવસેના અને ભાજપ સામે બળવો કરનારા લોકો પણ છે: ફડણવીસ
5:21 PM, 24 Oct
મહારાષ્ટ્ર
કેટલાક અન્ય ધારાસભ્યો પણ અમારા ગઠબંધનનો ભાગ બનવા માંગે છે, તેથી હું પણ તે બધાને આવકારવા માંગુ છું: ફડણવીસ
5:18 PM, 24 Oct
મહારાષ્ટ્ર
15 અપક્ષ ધારાસભ્યોએ અમારી પાર્ટીને સમર્થન કરવા માટે વાત કરી છે: ફડણવીસ
5:12 PM, 24 Oct
મહારાષ્ટ્ર
લોકોએ નિર્ણાયક ફેંસલો આપ્યો છે, તેમને અમારી પાસેથી અપેક્ષાઓ છે, આવતા 5 વર્ષમાં અમે આ અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું: ફડણવીસ
4:57 PM, 24 Oct
મહારાષ્ટ્ર
હું વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનું છું: દેવેન્દ્ર ફડણવીસ
4:54 PM, 24 Oct
મહારાષ્ટ્ર
અમારામાં આત્મવિશ્વાસ વ્યક્ત કરવા બદલ જનતાનો આભારી છુ, આશા રાખુ છું કે હુ તેમની આશાઓ ઉપર ખરો ઉતરીશ: ફડણવીસ
4:48 PM, 24 Oct
દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કોંફ્રન્સ
જનતાએ અમને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.
4:46 PM, 24 Oct
મહારાષ્ટ્ર
શું શિવસેનાને CM પદ મળશે? આ પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમારા મોઢામાં ઘી-ગોળ
4:45 PM, 24 Oct
મહારાષ્ટ્ર
પવારની જીતનું કોઇ દુ:ખ નથી: ઉદ્ધવ ઠાકરે
4:43 PM, 24 Oct
મહારાષ્ટ્ર
પિતા તરીકે આદિત્યની જીત પર ગર્વ અનુભવું: ઉદ્ધવ ઠાકરે
4:42 PM, 24 Oct
મહારાષ્ટ્ર
અમિત શાહના આવ્યા બાદ આગળની રણનીતિ તથા પાવર શેરીંગનો ફોર્મુલો તૈયાર કરવામાં આવશે
4:41 PM, 24 Oct
મહારાષ્ટ્ર
CM પદ માટે પર 50-50 ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો હતો: ઉદ્ધવ ઠાકરે
4:39 PM, 24 Oct
મહારાષ્ટ્ર
હું કોઈના પણ દબાવ સામે ઝૂક્યો નથી: ઉદ્ધવ ઠાકરે
4:37 PM, 24 Oct
મહારાષ્ટ્ર
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ માટે લોકોનો આભાર માન્યો
4:36 PM, 24 Oct
હરિયાણા
પટૌડીથી ભાજપના ઉમેદવાર સત્જયપ્રારકાશ જરાવતા 35000થી વધુ મતોથી જીત્યા
4:31 PM, 24 Oct
દિલ્હી
ભાજપે સંસદીય દળની બેઠક બોલાવી, PM મોદી અને શાહ ઉપસ્થિત રહેશે
4:26 PM, 24 Oct
પંજાબ
પંજાબની ચાર બેઠકોની પેટા-ચૂંટણીના પરિણામો જાહેર, કોંગ્રેસ પાર્ટીની 3 અને શિરોમણિ અકાલી દળ (SAD)ની 1 સીટ પર જીત
4:22 PM, 24 Oct
હરિયાણા
દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, VVPAT સ્લિપની ગણતરી ચાલી રહી છે. મને સર્ટિફિકેટ મળતાની સાથે જ હું આવતીકાલે ધારાસભ્યોને મળી દરેક સાથે ચર્ચા કરીશ. આ ચર્ચા બાદ હું આગળની કાર્યવાહીનો નિર્ણય કરીશ. કંઇ કહેવું બહુ વહેલું છે. હું માનું છું કે રાજ્ય પરિવર્તન ઇચ્છે છે અને JJP તેને લાવશે
4:14 PM, 24 Oct
PM મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ દિલ્હીની ભાજપની મુખ્ય કાર્યાલયમાં પાર્ટી કાર્યકરોનુ સંબોધન કરશે
4:06 PM, 24 Oct
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપાની સહયોગી શિવસેનાએ મુખ્યમંત્રી પદ માટે કર્યો દાવો: સુત્ર
READ MORE

English summary
Maharashtra Haryana election results 2019 live: get constituency wise counting result in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more