For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બરાબર હોમવર્ક કરે, ગુજરાત કરતાં આગળ છે મહારાષ્ટ્ર: આનંદ શર્મા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 ઓક્ટોબર: વિકાસ અને શિક્ષણના મામલે મહારાષ્ટ્ર કરતાં ગુજરાત આગળ હોવાનો દાવો કરતાં પૂર્વ મંત્રી કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે વડાપ્રધના નરેન્દ્ર મોદીને કંઇપણ કહેતાં પહેલાં પોતાનું 'હોમવર્ક' કરી લેવું જોઇએ. આનંદ શર્માએ કહ્યું કે મોદી ભયભીત છે અને આ કારણે જ તે વિધાનસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં 20 જેટલી રેલીઓ કરી રહ્યાં છે.

તેમણે અહીં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે 'ગઇકાલે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે ઇચ્છે છે મહારાષ્ટ્ર ગુજરાતથી આગળ હોય. વર્ષ 2000 અને 2013ની વચ્ચેના આંકડાઓ અનુસાર મહારાષ્ટ્ર તો પહેલાંથી જ ગુજરાત કરતાં ખૂબ આગળ છે. રાજ્યએ સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષિત કર્યું છે જ્યારે એફડીઆઇના મામલે ગુજરાત પાંચમા સ્થાન પર છે. તેમણે કંઇપણ કહેતાં પહેલાં હોમવર્ક કરી લેવું જોઇએ.'

પૂર્વ કેન્દ્રિય મંત્રીએ દાવો કર્યો કે 'યુપીએ જ્યારે કેન્દ્રમાં સત્તામાંથી દૂર થઇ હતી ત્યારે ઔદ્યોગિકના મુદ્દે મહારાષ્ટ્ર નંબર વન હતું. આ શિક્ષણ, પીવાના પાણીના મામલે ગુજરાત કરતાં ઘણું આગળ છે. ગુજરાતમાં કુપોષણથી મોટાપ્રમાણમાં મોત નિપજ્યાં છે.''

આનંદ શર્માએ કહ્યું, 'સ્વતંત્રતા બાદ પહેલીવાર અમારી પાસે કોઇ અલગ રક્ષા મંત્રી નથી. રક્ષા મંત્રાલય નાણામંત્રીને આપવામાં આવ્યું છે જે હાલ સ્વસ્થ નથી.' મોદીની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ બીજી કંઇ નહી પરંતુ ગત સરકારની નીતિઓ અને યોજાનાઓને લાગૂ કરવી જોઇએ. આનંદ શર્માએ આરએસએસ પ્રમુખ મોહનભાગવતના ભાષણનું દૂરદર્શન પર સીધું પ્રસારણ બતાવવાને આપત્તિજનક ગણાવ્યું છે.

English summary
Claiming that Maharashtra is ahead of Gujarat in terms of development and education, former Union Minister and Congress leader Anand Sharma said Prime Minister Narendra Modi should to do his "homework before saying anything."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X