
મહારાષ્ટ્રઃ એનસીપી પાસે રાતે 8.30 સુધી સરકાર બનાવવાનો સમય, વરિષ્ઠ નેતાએ કહી આ વાત
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા વિશે ચાલી રહેલી ઉથલપાથલ સતત રસપ્રદ બનતી જઈ રહી છે. પહેલા ભારતીય જનતા પાર્ટી, પછી શિવસેના અને હવે એનસીપીને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે. એનસીપી પાસે સરકાર બનાવવા માટે આજે રાતે 8.30 વાગ્યા સુધીનો સમય છે. રાજ્યપાલના આમંત્રણ બાદ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે સોમવારની સાંજે કહ્યુ કે રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી હોવાના નાતે રાજ્યપાલે અમને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે. અમે તેમને જણાવ્યુ છે કે અમે પોતાના ગઠબંધનના સહયોગીઓ સાથે વાત કરવી પડશે ત્યારપબાદ અમે જલ્દી રાજ્યપાલને આ વિશે સૂચિત કરીશુ.

સરળ નહિ હોય કોંગ્રેસની મનાવવી
પરંતુ પાર્ટીના વરિષ્ઠ સૂત્રની માનીએ તો એનસીપી માટે કોંગ્રેસને મનાવવી સરળ નહિ હોય. શિવસેના સાથે સરકાર બનાવવા માટે કોંગ્રેસને આટલા ઓછા સમયાં મનાવવી મુશ્કેલ છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. તમને જણાવી દઈએ કે શરદ પવારની પાર્ટીને સોમવારની સાંજે સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. સૌથી પહેલા રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ હતુ પરંતુ ભાજપે એમ કહીને હાથ પાછળ કરી લીધા હતા અમારી પાસે પૂરતુ સંખ્યા બળ નથી.

શિવસેના થઈ રેસમાંથી બહાર
ભાજપ બાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણી આપ્યુ હતુ અને તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ શિવસેના કોંગ્રેસ અને એનસીપીનુ સમર્થનપણ મેળવવામાં નિષ્ફળ રહી. ત્યારબાદ એનસીપી નેતા અજીત પવારને રાજ્યપાલે સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા. એવામાં એનસીપી પાસે આજે સાંજ સુધીનો જ સમય છે કે તે પોતાના ગઠબંધનના સાથી કોંગ્રેસને આ વાત માટે મનાવે કે રાજ્યમાં શિવસેના સાથે મળીને સરકારની રચના કરવામાં આવે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા યથાવત, હવે એનસીપીને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ

ચાલતો રહ્યો બેઠકોનો દોર
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 સીટો છે. અહીં ચૂંટણીના પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી અને તેણે 105 સીટો પર જીત મળી હતી જ્યારે શિવસેનાને 56 સીટો પર જીતમળી હતી. વળી, એનસીપીએ 54 સીટો પર જીત મેળવી અને કોંગ્રેસ 44 સીટો જીતીને ચોથા નંબર પર રહી. સોમવારે એનસીપીની કોર કમિટીની બેઠક દિવસભર ચાલતી રહી. પરંતુ સાંજે કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવાથી હાથ પાછો ખેંચી લીધો ત્યારબાદ એનસીપીને સરકાર બનાવવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ. સોમવારે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે અમે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવા ઈચ્છીએ છીએ એટલા માટે અમારી બેઠક ચાલી રહી છે. અમે અમારા સહયોગી કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.