For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા માટે વર્જિન યુવતી લઇ આવ, તારા બધા દુ:ખ દૂર કરી દઇશ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 8 મે: ''બાબા હું ખૂબ જ દુ:ખી છું કૃપા કરીને કોઇ ઉપાય બતાઓ જેથી મારા દુ:ખ દૂર થઇ જાય.''
''બચ્ચા તારા તમામ દુ:ખો દૂર થઇ જશે, પરંતુ મારા માટે એક કુંવારી યુવતી લાવી પડશે. હું જેમ-જેમ તેની સાથે શારિરીક સંબંધ બાંધતો જઇશ તારા દુ:ખ દૂર થતા જશે.''

હા કંઇક આવી જ રીતે લોકોને પોતાના ઝાળમાં ફંસાવીને ઘણી સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ કરી ચૂકેલા એક એવા જ તાંત્રિકને મહારાષ્ટ્રની થાણે પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બાબા પર 22 સગીર વયની યુવતીઓ પર બળાત્કાર કરવાનો આરોપ છે. આપ સાંભળીને પરેશાન થઇ જશો કે આ બાબા ગરીબ અને સંઘર્ષ કરી રહેલા પરિવારોને દુ:ખ અને સંકટ દૂર કરવાના નામે તેમના બાળકો સાથે બળાત્કાર કરતો હતો.

rape
પોલીસે જ્યારે બાબાની ધરપકડ કરી તો તે સમયે તે એક 15 વર્ષની બાળા સાથે વાંધજનક સ્થિતિમાં હતો. પોલીસે બાબાના કબ્જામાંથી યુવતીને છોડાવી દીધી છે. પોલીસે જણાવ્યું કે બાબાની ઉંમર 42 વર્ષ છે અને તે એલઆઇસી એજન્ટ છે. તેનું નામ વિજય તોંબરે છે અને તે તાંત્રિક હોવાનો દાવો કરતો હતો. પોલીસે જણાવ્યું કે તોંબરે શહેરમાં ઘણા સ્થળો પર પોતાના એજન્ટ ઊભા કરતો હતો, જે તેને ગરીબ પરિવાર અંગે જણાવતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર તોંબરેની મોટાભાગની એજન્ટ મહિલા જ હતી. તેઓ તોંબરે 18 વર્ષથી કામ કરે છે તેવું જણાવતા, તથા નકલી પરિવારોને પણ તેમની સામે રજૂ કરવામાં આવતો. પોલીસને બાતમી મળતા ત્રણ મહિનાથી તેની પર વોચ રાખી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે પોલીસના એક મુખબિરને ગ્રાહક તરીકે તાંત્રિક પાસે મોકલવામાં આવ્યો, તાંત્રિકે તેની પાસે કુંવારી યુવતીની માંગણી કરી અને જણાવ્યું કે જેટલી વખત તે એ યુવતીની સાથે સંબંધ બાંધશે તેના દુ:ખ ઓછા થઇ જશે. આરોપી તાંત્રિકને પોસ્કો એક્ટ અને એંટી-બ્લેક મેજિક એક્ટની ધારાઓ લગાવવામાં આવી છે.

English summary
Maharashtra Police arrested a Baba who was accused of raping 22 minor girls in Thane.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X