મહારાષ્ટ્રઃ પહેલાં ડૉગીને ખાવાનું ખવડવીને ફોસલાવી અને પછીં રેપ કર્યો
મહારાષ્ટ્રના ખારગરમાં એક હવસખોર શખ્સે સ્ટ્રીટ ડોગ પર રેપ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ ડૉગી સાથે જબરદસ્તી ઓરલ સેક્સ કરવાની પણ કોશિશ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ પર વાયરલ થયા બાદ એક પશુ પ્રેમીએ પોલીસને મામલાની જાણકારી આપી, પરંતુ કેસ નોંધવામાં નહોતો આવ્યો. ઉપરી અધિકરીઓના નિર્દેશ પર પોલીસ હરકતમાં આવી અને આરોપીને દબોચી લીધો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

નરાધમે ડૉગી પર રેપ કર્યો
પોલીસ મુજબ આરોપીની ઓળખ મુનમુન કુમાર ગોવર્ધન કુમાર રામ (20)ના રૂપમાં થઈ છે. આરોપી ફૂડ આઉટલેટમાં નોકરી કરતો હતો અને 21મી ઓગસ્ટે ફૂડ આઉટલેટથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટે મુનમુન કુમારને 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.

15મી ઓગસ્ટે કર્યું હતું ગંદુ કૃત્ય
જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલે પશુ અધિકારી કાર્યકર્તા વિજય રંગારેએ ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આરોપીએ આ ઘૃણાત્મક ઘટનાને 15મી ઓગસ્ટે અંજામ આપ્યો હતો. રંગારે મુજબ કેટલાક વિદ્યાર્થીઓએ તેમને આ મામલાની જાણકારી આપી હતી, જેઓ ઘટના સમયે ખડગપુર સેક્ટર-4માં ફરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ આખું કૃત્ય મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું
વિદ્યાર્થીઓ મુજબ આરોપીએ સ્ટ્રીટ ડૉગ પર પહેલા રેપ કર્યો. જે બાદ તેની સાથે જબરદસ્તી ઓરલ સેક્સ કરવાની કોશિશ પણ કરી હતી. એવામાં વિદ્યાર્થીઓએ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને તેને ઓનલાઈન પોસ્ટ કરી દીધો. રંગારેએ બીજા દિવસે આ વીડિયો જોય અને પોલીસને મામલની જાણકારી આપી.

પોલીસ ફરિયાદ થઈ
રંગારેનો આરોપ છે કે ખારધર પોલ્સ આ મામલામાં કેસ નોંધવા માટે તૈયાર નહોતી. પોલીસકર્મીઓનું કહેવું હતું કે આ મામલો આઈપીસીની કલમ 377 અંતર્ગત નથી આવતો. આના માટે જાનવરોના સંગઠન પેટામાં ફરિયાદ કરવી જોઈએ. જે બાદ રંગારેએ નવી મુંબઈના પોલીસ કમિશ્નર અને જોન-2 ડેપ્યૂટી કમિશનરની મુલાકાત કરી, જેમના હસ્તક્ષેપ બાદ એફઆઈઆર નોંધવામાં આવી.

થઈ ધરપકડ
પોલીસ મુજબ આરોપી મુનમુન કુમાર સ્ટ્રીટ ડોગને હંમેશા કંઈકને કંઈક ખવડાવતો રહેતો હતો. એવામાં તે આરોપી આ ડોગી આરોપી સાથે હળી-મળી ગઈ હતી. મુનમુન જ્યાં કામ કરતો હતો ત્યાં જ આ કુતરી પણ ઉંઘી જતી હતી. જણાવી દઈએ કે આવા પ્રકારનો એક મામલો ચેન્નઈથી પણ સામે આવ્યો હતો. જ્યાં ચાની દુકાન ચલાવનારે દારૂ પીવડાવી ડૉગી પર રેપ કર્યો હતો.
મહિલાને લાગ્યું કે કિડનીમાં પથરી છે, હોસ્પિટલમાં પહોંચી તો...