મહારાષ્ટ્રઃ મુંબઈ પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની ટક્કકર, 5ના મોત, 5 ઘાયલ
Maharashtra Mumbai Road Accident: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાતે(15 ફેબ્રુઆરી)એ ખોપોલી પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ઘણી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. આ ભીષણ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતના સમાચાર છે. વળી, આ દૂર્ઘટનામાં પાંચ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને પાસેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલુ છે. રિપોર્ટ મુજબ આ માર્ગ અકસ્માત પૂણેથી મુંબઈ તરફ જતા બોરઘાટ ઉતરતી વખતે ફૂડમાલ પાસે થયો.
ટીવી રિપોર્ટ મુજબ ઘાયલોમાંથી બેને અષ્ટવિનાયક (પનવેલ) અને અન્ય બે ઘાયલોને વાશીની મનપા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. વળી, એક અન્ય ઘાયલને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલિસે દૂર્ઘટનામાં માર્યા ગયેલા પાંચ લોકોના શબને ખોપોલીની હોસ્પિટલમાં રાખ્યા છે. તમને જણાવી દઈએ કે આ રોડ એક્સીડન્ટ પહેલા રવિવારે મહારાષ્ટ્ર્ના જલગાંવામાં પણ એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં 15 લોકોના મોત થઈ ગયા હતા. રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવાર(14 ફેબ્રુઆરી)ની મોડી રાતે એક રોડ અકસ્માતમાં 15 લોકોના મોત ઘટના સ્થળ પર જ થઈ ગયા હતા. દૂર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી હતી.
19 વર્ષ બાદ ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક ગુજરાતમાં પકડાયો