સંજય રાઉતનુ મોટુ નિવેદન, કોંગ્રેસ સાથે કોઈ દુશ્મની નથી, મતભેદ તો બધામાં હોય છે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ છે. ભાજપને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 11 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા ભાજપ-શિવસેના વચ્ચે સમજૂતી ન થઈ શકાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. વળી, ભાજપને મળેલા સરકાર બનાવવાના આમંત્રણ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

સંજય રાઉત - કોઈ તૈયાર ન હોય તો સરકાર બનાવવાની જવાબદારી લઈ શકીએ છીએ અમે
સંજય રાઉતે કહ્યુ કે જો કોઈ સરકાર બનાવવા માટે તૈયાર ન હોય તો શિવસેના આ જવાબદારી લઈ શકે છે. સાથે જ એ કહ્યુ કે કોંગ્રેસ મહારાષ્ટ્રની દુશ્મન નથી અને અમુક મુદ્દાઓ પર બધા પક્ષો વચ્ચે અસંમતિ હોય છે. સંજય રાઉતનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે રાજ્યપાલે ભાજપને સૌથી મોટા પક્ષ હોવાના નાતે આમંત્રણ આપ્યુ છે. શિવસેના તરફથી સંજય રાઉત સતત નિવેદનબાજી દ્વારા ભાજપ પર દબાણ કરી રહ્યા છે.
|
રાજ્યની દુશ્મન નથી કોંગ્રેસઃ રાઉત
તેમણે પહેલા પણ કહ્યુ હતુ કે પાર્ટી પોતાની 50-50ની માંગથી પાછળ હટવાની નથી. વળી, શિવસેના સામના દ્વારા ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરવાનો આરોપ પણ લગાવી ચૂકી છે. બંને પક્ષો વચ્ચે સમજૂતી ન થઈ શકાયા બાદ રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. વળી, રાજીનામુ આપ્યા પબાદ તેમણે શિવસેના પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. શિવસેના સાથે સરકાર બનાવવા માટે ચાલી રહેલી ખેંચતાણ પર ફડણવીસે કહ્યુ હતુ, જનતાએ ગઠબંધનને મત આપ્યા અને આપણે સાથે સરકાર બનાવવાના પક્ષમાં હતા.
આ પણ વાંચોઃ એજન્સીઓએ કેન્દ્ર સરકારને કરી એલર્ટ, ભારતમાં આતંકી હુમલો કરી શકે છે જૈશ-એ-મોહમ્મદ
|
ભાજપને મળ્યુ છે સરકાર બનાવવાનુ આમંત્રણ
ફડણવીસે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરેએ પણ બધી સંભાવનાઓ ખુલ્લી રાખવાની વાત કરી હતી પરંતુ પરિણામો બાદ તેમણે મારી સાથે વાત સુદ્ધા નથી કરી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ ચૂક્યો છે. આ પહેલા, ભાજપ અને શિવસેના ગઠબંધન પાસે સરકાર બનાવવા માટે પૂરતી સીટો હોવા છતા સીએમ પદ માટે સંમતિ નથી બની શકી. શિવસેના અઢી-અઢી વર્ષ માટે સીએમ પદ ઈચ્છતી હતી અને ભાજપ આના માટે તૈયાર નહોતી.
Maharashtra