
મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર, ભાજપ કોર કમિટીની આજે બેઠક, થશે નિર્ણય
આજે મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની મહત્વની બેઠક છે. આ બેઠકમાં ભાજપ નેતા પોતાની આગામી રણનીતિ પર ચર્ચા કરી શકે છે કારણકે સરકાર બનાવવા માટે ચાલી રહેલ ગતિરોધ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપને પૂછ્યુ છે કે શું સૌથી મોટી પાર્ટી હોવાના નાતે તે સરકાર બનાવવા ઈચ્છે છે? ત્યારબાદ આજે ભાજપે બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આપ્યુ આ નિવેદન
મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ વખતે મીડિયાને જણાવ્યુ કે, ‘અમને રાજ્યપાલ તરફથી પત્ર મળ્યો છે ત્યારબાદ અમારી કોર કમિટી રવિવારે બેઠક કરશે અને આગામી કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવશે.' રાજ્યપાલે આ પગલુ રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ અડધી રાતે સમાપ્ત થવા માત્ર ચાર કલાક પહેલા ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે મધ્ય રાત્રિએ મહારાષ્ટ્રની 13મી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

ભાજપે 25-50 કરોડ રૂપિયાની ઑફર આપી?
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાને પોતાના ધારાસભ્યો તકૂટવાનો ડર લાગી રહ્યો છે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે મુંબઈની એક હોટલમાં રાખેલા છે. કોંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોની ખરીદ-ફરોત કરવાનો આરોપ લગાવી ચૂક છે. આરોપો અનુસાર ભાજપે 25-50 કરોડ રૂપિયાની ઑફર આપી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજકીય નાટકનો અંત! ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

ભાજપ-શિવસેના વચ્ચે વાત બની શકી નહિ
ચૂંટણી પૂર્વ ગઠબંધન કરનાર ભાજપ-શિવસેના વચ્ચે સીએમ પદના અઢી-અઢી વર્ષની વહેંચણી પર સંમતિ બની શકી નથી જેના કારણે અહીં સરકાર બનાવવામાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળ્યો. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથ ભાજપને સર્વાધિક 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો પર જીત મળી છે. ચૂંટણી પૂર્વ ગઠબંધન કરી ચૂંટણી લડી ભાજપ અને શિવસેનાને કુલ મળીને 161 સીટો મળી છે.