શું હશે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનુ ભવિષ્ય, સુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો
મહારાષ્ટ્રમાં દરેક પળે બદલાતા રાજકીય દાવપેચ વચ્ચે આજે ફરીથી એક વાર સુપ્રીમ કોર્ટ આ કેસ પર સુનાવણી કરશે. મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી શકે છે. કોર્ટનો ચુકાદો જ નક્કી કરશે કે મહારાષ્ટ્રની નવી સરકારનુ ભવિષ્ય શું હશે.તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં જ્યાં શિવસેના તરફથી કપિલ સિબ્બલ છે ત્યાં કોગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી દલીલો રજૂ કરી રહ્યા છે. ભાજપના અમુક ધારાસભ્યો તરફથી દાખલ અરજી માટે મુકુલ રોહગતી છે અને કેન્દ્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.
આજે ફડણવીસ સરકારને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉપયોગ કરાયેલ સમર્થનનો પત્ર કોર્ટ સામે રજૂ કરવો પડશે જેને બતાડીને તેમણે સરકાર બનાવવાનો નિર્ણય લીધો. એનસીપી-શિવસેના અને કોંગ્રેસએ એક સાથે જોર લગાવ્યુ તો રવિવારે પણ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની રચના પર ઉઠી રહેલા સવાલો પર સુનાવણી કરી. આજે આ કેસમાં એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેસની સુનાવણી સવારે 10 વાગીને 30 મિનિટે શરૂ થશે.
ત્રણ જજોની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે સમર્થન પત્ર બાદ સુપ્રીમ કોર્ટ ભાજપને બહુમત સાબિત કરવા માટે પણ કહી શકે છે. વળી, ભાજપના અમુક ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોનુ પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ વકીલ મુકુલ રોહગતીએ કોર્ટમાં કહ્યુ કે અરજીકર્તા 19 દિવસો સુધી સૂઈ રહ્યા હતા અને હવે તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આજથી જ ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાંથી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ જારી થઈ શકે છે.
આ પણ વાંચોઃ અજિત પવારના નિવેદનથી NCPમાં હલચલ, મોડી રાતે ધારાસભ્યોને મળવા પહોંચ્યા છગન ભુજબળ
.