For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra: પોતાના ધારાસભ્યોને બચાવવામાં લાગી શિવસેના, બધાને હોટલમાં રોક્યા

શિવસેનાએ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે થ્રી સ્ટાર હોટલમાં રોકી દીધા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સંકટ વધી રહ્યુ છે. તમામ કોશિશો બાદ પણ ભાજપ અને શિવસેના વચ્ચે વાત બનતી દેખાઈ નથી રહી. સ્થિતિ એ છે કે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે થ્રી સ્ટાર હોટલમાં રોકી દીધા છે. આ બધા ધારાસભ્યોને મુંબઈ સ્થિત રંગ શારદા હોટલમાં રોકવામાં આવ્યા છે. શિવસેના હજુ પણ પોતાની વાત પર અડગ છે કે તે મુખ્યમંત્રી પદથી ઓછામાં સમજૂતી કરવા માટે તૈયાર નથી. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ચૂંટણી પહેલા થયેલી સમજૂતે નહિ તોડે.

આદિત્ય ઠાકરે મળવા પહોંચ્યા

આદિત્ય ઠાકરે મળવા પહોંચ્યા

તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરવા માટે આદિત્ય ઠાકરે રાતે હોટલ પહોંચ્યા જ્યાં તેમણે તમામ ધારાસભ્યો સાથે ખૂબ મોડે સુધી મુલાકાત કરી અને ત્યારબાદ તે હોટલની બહાર ગયા. વળી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે ભાજપ સાથે પોતાનુ ગઠબંધન તોડવા નથી ઈચ્છતા પરંતુ તેના પર નિર્ણય ભાજપે જ લેવાનો છે. ઠાકરેએ 50-50ની ફોર્મ્યુલાને પુનરાવર્તિત કરતા કહ્યુ કે અમારી વચ્ચે ચૂંટણી પહેલા આના પર સંમતિ થઈ હતી માટે આના પર અમલ થવો જોઈએ.
ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ

ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ

ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં સેનાએ ભાજપ પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે. સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે જેમને ભાજપ કે હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી તે ધારાસભ્યો સાથે થેલીની ભાષામાં વાત કરી રહ્યા છે એ રીતની ફરિયાદો સામે આવી રહી છે. વળી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઘરે જ તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરી. મહત્વની વાત એ છે કે ભાજપના નેતાઓએ ગુરુવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી પરંતુ સરકાર બનાવવાવો દાવો રજૂ ન કર્યો. ઉલ્લેખનીય છે કે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.

રાજ્યપાલ લઈ રહ્યા છે કાયદાકીય-બંધારણીય સલાહ

રાજ્યપાલ લઈ રહ્યા છે કાયદાકીય-બંધારણીય સલાહ

વળી, મહારાષ્ટ્રાં ઘેરાતુ જતુ રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ પણ બંધારણીય વિકલ્પો પર સૂચનો લઈ રહ્યા છે. ગુરુવારે રાજ્યપાલ બીએસ કોશ્યાલીએ રાજ્યના વકીલ આશુતોષ કુંભાકોની સાથે મુલાકાત કરી એઅને તેમની સાથે કાયદાકીય તેમજ બંધારણીય ચર્ચા કરી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટો છે. જેમાંથી 105 સીટો પર ભાજપને જીત મળી છે જ્યારે શિવસેનાને 56 સીટો પર જીત મળી છે. રાજ્યમાં પૂર્ણ બહુમતનો આંકડો 145નો છેકે જે કોઈ પણ પક્ષને મળી શક્યો નથી.

<strong>આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો</strong>આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કહ્યું- સીએમ પદ આપવા માગતા હોવ તો મને ફોન કરો

English summary
Maharashtra:there still no sign of government formation, Shiv sena gurads its mlas in a hotel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X