For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુપોષણના નામે 14 કરોડના બિસ્કિટ ખાઇ ગઇ મહારાષ્ટ્ર સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

malnutrition
મુંબઇ, 19 જુલાઇ: મહારાષ્ટ્ર સરકારે આદિવાસી વિસ્તારમાં કુપોષણના શિકાર બાળકો માટે બોજનના નામે 14 કરોડ રૂપિયા વહાવી દિધા છે. સાંભળવામાં તમને વિચિત્ર લાગશે કે મહારાષ્ટ્રમાં જ્યાં કુપોષિત બાળકોને સારી રીતે જમવાનું નથી મળતું ત્યાં બાળકો માટે આર્યુવેદિક બિસ્કિટના નામે 14 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવી દિધા છે.

જ્યારે વિપક્ષે પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યા તો ગોટાળાની આશંકા વ્યક્ત કરી તો સરકાર તાત્કાલિક બચાવમાં આવી ગઇ. સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રોફેસર વર્ષા ગાયકવાડે તાત્કાલિક લેખિત જવાબ આપીને વિપક્ષનું મોઢું બંધ કરી દિધું. પોતાના લેખિત જવાબમાં મંત્રી સાહિબાએ સરકારનો બચાવ કર્યો. મંત્રીએ સ્પષ્ટ લખ્યું છે કે આયુર્વેદિક બિસ્કિટોની ખરીદી ઇ-ટેન્ડરિંગના માધ્યમથી કરી હતી. જેમાં સામાનની સાથે-સાથે તેની દલાલી પણ સામેલ છે.

આ બિસ્કિટ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી 6 મહિનાથી માંડીને 3 વર્ષના બાળકો ઉપરાંત તેમની માતા અને ગર્ભવતી સ્ત્રીઓને વહેંચાવામાં આવશે. ત્યારે ગોટાળાની વાતને નકારી કાઢતાં મંત્રી સાહિબાએ લખ્યું કે બિસ્કિટોની ખરીદી સામાન્ય કિંમત પર કરવામાં આવી છે કોઇ ગોટાળો થયો નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકારે તેને હિતકારી યોજના દર્શાવી રહી છે ત્યારે શિવસેનાનું કહેવું છે કે સરકારે જાણી જોઇને આ રમત રમી છે.

English summary
Maharastra government spends 14 crore on ayurvedic biscuits for poor and underprivileged children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X