For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીજીની પુણ્યતિથિઃ PM મોદી, રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - સત્ય સમર્થન વિના પણ અડીખમ

|
Google Oneindia Gujarati News

Mahatma Gandhi 73th Death Anniversary: મહાત્મા ગાંધીની આજે 73મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ બાપૂને શ્રદ્ધાંજલિ આપી છે. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા ગોળી મારીને કરી દીધી હતી. (Mahatma Gandhi Death Anniversary) આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. રામનાથ કોવિંદે લખ્યુ છે, 'હું કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ. આપણે તેમના આદર્શો, અહિંસા, સાદગીનુ પાલન કરવુ જોઈએ. આપણે તેમના સત્ય અને પ્રેમના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ.'

mahatma gandhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે, 'મહાન બાપૂને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શ લાખો લોકોને પ્રેરિત કરે છે.' પીએમ મોદીએ એ પણ કહ્યુ કે શહીદ દિવસ પર ભારતની સ્વતંત્રતા માટે ખુદને સમર્પિત કરનારા લોકોના બલિદાનને યાદ કર્યા.

જાણો કોણે શું કહ્યુ?

- કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને લખ્યુ છે, 'સત્ય લોકોના સમર્થન વિના પણ ઉભુ રહે છે, તે આત્મનિર્ભર છે. મહાત્મા ગાંધી. બાપૂની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.'

- ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, 'મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. વિનમ્ર શ્રદ્ધાંજલિ.'

- રેલ મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને લખ્યુ, 'અહિંસાના શસ્ત્રથી, સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર, બાપૂની પુણ્યતિથિ પર તેમને મારી શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. સ્વદેશી અપનાવવાનો વિચાર દેશની સ્વતંત્રતા માટે એક હથિયાર બન્યો અને આજે એ જ વિચાર આત્મનિર્ભરતા અને સ્વાવલંબન સાથે દેશના વિકાસનો મંત્ર બની ગયો છે.'

ગુજરાત સરકાર સ્કીલ ડેવલપમેન્ટ માટે ફાળવશે 13 એકરનો પ્લોટગુજરાત સરકાર સ્કીલ ડેવલપમેન્ટ માટે ફાળવશે 13 એકરનો પ્લોટ

English summary
Mahatma Gandhi 73th death anniversary: PM Modi, Rahul Gandhi nation remembering Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X