Makar Sankranti 2021: આજે મકરસંક્રાતિ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી
Makar Sankranti 2021 Celebration in the country: દેશભરમાં મકર સંક્રાંતિની ધૂમ છે. આજે સવારથી જ શ્રદ્ધાળુઓ ગંગાના ઘાટો પર પુષ્ણની ડૂબકી લગાવી રહ્યા છે. ઈલાહાબાદ હોય કે કાશી, દરેક જગ્યાએ ગંગા ઘાટો પર લાખો શ્રદ્ધાળુઓ દેખાઈ રહ્યા છે. કોરોના મહામારી, ગાઢ ધૂમ્મસ અને હાડ ધ્રૂજાવી દેથી ઠંડી છતાં ભક્તોએ સૂરજની પહેલી કિરણથી જ ગંગામાં સ્નાન કર્યુ છે.

નવી ઉર્જાનો સંચાર
માનવામાં આવે છે કે આ દિવસે રાશિઓનુ ખૂબ મહત્વ હોય છે અને સૂર્ય ધન રાશિમાંથી મકરમાં પ્રવેશ કરે છે. જેના કારણે સૂર્યમાંથી નીકળતી અદભૂત કિરણો જ્યારે શ્રદ્ધાળુઓ પર પડે છે તો તેમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજના જ દિવસે સૂર્ય ઉત્તરાયણ હોવાના કારણે આ પર્વને ઉત્તરાયણીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ગંગામાં ડૂબકી
માન્યતા છે કે મકર સંક્રાંતિવાળા દિવસે લોકોના ગંગામાં ડૂબકી લગાવવા અને દાન કરવાથી લોકોના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કાશીમાં સવારે ચાર વાગ્યાથી જ ગંગામાં ડૂબકી લગાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. ડૂબકી લગાવનારામાં પુરુષો સાથે મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.

અમુક ખાસ વાત
આ વખતે મકર સંક્રાતિના દિવસે પંચગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ એક જ રાશિ મકરમાં રહેશે. માટે સમસ્ત રાશિવાળા જાતકો ખરાબ પ્રભાવમાં કમી અને શુભ પ્રભાવમાં વૃદ્ધિ માટે નવગ્રહ સ્ત્રોતનો પાઠ જરૂર કરે. નવગ્રહના મંત્રોનો જાપ મુશ્કેલીઓમાં રક્ષા કરશે.