India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળના ગંગાસાગરમાં ઉમટ્યા લાખો લોકો, કોરોના નિયમોની ધજિયા ઉડી, સંક્રમણનુ જોખમ વધ્યુ

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મકર સંક્રાંતિના તહેવાર પર લાગેલા ગંગાસાગર મેળામાં લાખોની ભીડ ઉમટી. ભીડમાં ઘણા લોકો માસ્ક વિનાના હતા અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન પણ કરવામાં નહોતુ આવી રહ્યુ. આનાથી કોલકત્તા સહિત રાજ્યના ઘણા ભાગોમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવાનુ શરુ થઈ ગયુ. કોલકત્તા પહેલેથી દેશનુ એવુ શહેર હતુ જ્યાં કોવિડ ટેસ્ટ કરાવવા પર મોટાભાગના લોકો કોરોના પૉઝિટિવ મળી રહ્યા હતા અને હવે સંક્રાંતિની ભીડવાળા આયોજનોએ મુશ્કેલી વધારી દીધી છે. આજે એટલે કે શનિવારે અહીં કોરોનાના વધુ દર્દીઓ મળવાની સંભાવના છે.

તમે ફોટા પરથી અંદાજો લગાવી શકો છો કે પશ્ચિમ બંગાળના સાગરદ્વીપના મેળા-આયોજનોમાં શુક્રવારથી લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે જ્યાં હાજર લોકો કોવિડ-માનદંડોની ધજિયા ઉડાવી રહ્યા છે. ઘણા લોકો માસ્ક વિના અને અહીં સુધી કે સમુદ્રમાં પવિત્ર ડૂબકી લગાવતા જોવા મળ્યા. આનાથી મહામારી હવે પાણી દ્વારા પણ ફેલાવાનુ જોખમ વધી ગયુ છે. કોવિડની ત્રીજી લહેર વચ્ચેજે મેળો થયો તેનાથી ઘણી હદ સુધી ઓમક્રૉન વેરિઅંટ ફેલાશે કારણકે ઘણા બધા લોકોએ માસ્ક ન પહેર્યા અને સોશિયલ ડિસ્ટંસીંગ પણ ફોલો ન કર્યુ.

લાખો ભક્તો રાજ્યાના સાગરદ્વીપમાં પહોંચ્યા છે જ્યાં ગંગાસાગર મેળો ચાલી રહ્યો છે અને ત્યાં પવિત્ર સ્નાન કરવા માટે પણ લોકોની ભીડ લાગી છે. ગંગાસાગરના રસ્તે છેલ્લે નદી છેવટે બંગાળની ખાડીમાં મળે છે. એવામાં સરકારને ખબર હશે કે મકર સંક્રાંતિ સમારંભ શરુ થવા સાથે લાખો લોકો મેળા-આયોજનનો હિસ્સો બનશે પરંતુ સરકાર-પ્રશાસન સંપૂર્ણપણે આને રોકવામાં નિષ્ફળ રહ્યા. જિલ્લા પ્રશાસન શનિવારે અહીં વધુ ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરી રહ્યુ છે.

કોલકત્તા ઉચ્ચ ન્યાયાલયે સરકારને મેળો આયોજિત કરવાની અનુમતિ આપી પરંતુ અદાલતે વ્યવસ્થાઓના નિરીક્ષણ માટે બે સભ્યોની સમિતિ બનાવી છે. જે હેઠળ પેનલ નિર્દેશ આપશે અને નિરીક્ષણ કરશે કે શું કોવિડ નિયમો પર રાજ્ય સરકારના સોગંદનામાનુ અનુપાલન કરવામાં આવી રહ્યુ છે. નિર્દેશ મુખ્ય સચિવ દ્વારા ખંડપીઠના નિર્દેશાનુસાર લાગુ કરવાના છે. વળી, અદાલતે એ પણ આદેશ આપ્યા હતા કે છેલ્લા 72 કલાકમાં નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટવાળા જ મેળામાં જઈ શકે છે.

તમે જોઈ શકો છો કે શુક્રવારથી લાખો લોક કોવિડના માનદંડોની ધજિયા ઉડાવીને મેળામાં જમા થઈ રહ્ાય છે. તેમાંધી ઘણા બધા લોક માસ્ક વિનાના છે. ભક્તોને સાગરમાં પારંપરિક પવિત્ર સ્નાન કરતા પણ જોઈ શકાય છે. જિલ્લા અધિકારીઓનુ કહેવુ છે કે તેમણે લગભગ 20 કોવિડ-સેફ ડ્રોનની વ્યવસ્થા કરી છે જેમને ભક્તો પર પવિત્ર જળનો છંટકાવ કરતા જોઈ શકાય છે.

દક્ષિણ 24 પરગના જિલ્લા પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, 'અમે કોવિડ પ્રોટોકૉલ જાળવવા માટે વ્યવસ્થા કરી છે અને ડ્રોનનો ઉપયોગ કરીને સેનિટાઈઝર અને પવિત્ર જળનુ મિશ્રણ છાંટી રહ્યા છે પરંતુ આ વ્યવસ્થાઓ છતાં અમુક ભક્તો સાગરમાં જઈને સ્નાન કરી રહ્યા છે અને એક વારમાં 50 વ્યક્તિઓની સીમાનુ ઉલ્લંઘન કરી રહ્યા છે પરંત અમે તેમને આમ કરવાથી અટકાવી નથી શકતા.'

આ ઉત્સવ એવા સમયમાં આવ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 20,000થી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે અને આ રાજ્ય 30 ટકાથી વધુ કોવિડ પૉઝિવિટી રેટ સામે ઝઝૂમી રહ્યો છે. ગુરુવારે રાજ્યનો કોવિડ પૉઝિટિવીટી રેટ વધીને 32.13 ટકા થઈ ગયો જ્યારે બુધવારે તે 30.86 ટકા હતો. વિશેષજ્ઞો અને ડૉક્ટરોની માનીએ તો આટલી મોટી સભાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ચેતવ્યા છે કે આ માહોલ એક સુપરસ્પ્રેડર ઘટનામાં ફેરવાઈ શકે છે. આકરી ટીકા છતાં રાજ્ય સરકારે મેળો આયોજિત કરવાની પોતાની યોજનાને આગળ વધારી.

મેળાનુ ઉદઘાટન કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ગંગાસાગર જતા બધા તીર્થયાત્રીઓને કોવિડ-19 દિશાનિર્દેશોનુ કડકાઈથી પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે લક્ષણ દેખાતા હોય તેવા લોકોને મેળાના ન જવાની સલાહ આપી હતી. અધિકારીઓએ કહ્યુ કે સાગરદ્વીપા બધા પ્રવેશ પોઈન્ટ પર કોવિડ તપાસ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે અને દરેક શ્રદ્ધાળુની તપાસ કરવામાં આવશે. બધી સુવિધાઓમાં બફર ઝોન અને પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે જે આઉટ્રામ ઘાટ, કોલકત્તાથી સાગર દ્વીપ સુધી 110 કિમીની લંબાઈની નીચે છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો સહિત 13 સ્થળોએ રેપિડ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કે અધિકારીઓ અને પોલિસકર્મીઓ જોતા રહી ગયા.

આરોગ્ય અધિકારીઓએ કહ્યુ કે મહામરી વધુ ફેલાવા પર તેનો સામનો કરવાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેડિકલ સેન્ટર્સ પર પાણીવાળા વાહન અને હવાઈ એમ્બ્યુલન્સ ઉપરાંત 25 એમ્બ્યુલન્સ વેન પણ છે. બિન કોવડ દર્દીઓ માટે વધુ 75 એમ્બ્યુલન્સ છે. ઈમરજન્સીનો સામનો કરવા માટે એક રેપિડ રિસ્પૉન્સ ટીમ પણ હાજર રહેશે. મુખ્યાલયમાં વિશેષજ્ઞ ચિકિત્સા અધિકારીઓનો એક રિઝર્વ પૂલ તૈયાર છે. મેડિકલ સ્ક્રીનિંગના ફેઝથી લઈને ઠીક થયા બાદ ઘરે પહોંચવા સુધી કોવિડ દર્દીઓને ટ્રેક કરવા માટે એક સૉફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે.

English summary
Makar Sankranti 2022: Gangasagar Mela crowd in bengal, Lakhs people gathering in Gangasagar Mela West Bengal amid Covid 19 surge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X