• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અજય માકનનું અધ્યક્ષ પદ છોડવાનું ખરુ કારણ આ છે, બિમારી નહિ

|

દિલ્હીમાં આમ તો માત્ર સાત લોકસભા બેઠકો છે પરંતુ આના પર કોઈ પણ પક્ષની જીત ખૂબ મહત્વ ધરાવે છે. દિલ્હી આમ પણ સત્તાનું કેન્દ્ર છે તો અહીં કેન્દ્ર સરકાર, દિલ્હીની સરકાર અને અહીંના નેતા હંમેશા ચર્ચામાં રહે છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં લગભગ છ મહિનાનો સમય છે અને આ અંગે રાજકીય પક્ષો સક્રિય પણ થઈ ગયા છે. એવામાં કોઈ પક્ષના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામુ તેના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. કોંગ્રેસ સાથે દિલ્હીમાં કંઈક એવુ બની રહ્યુ છે. સમાચાર આવ્યા છે કે દિલ્હી કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય માકને રાજીનામુ આપી દીધુ છે પરંતુ પક્ષે આ વાતનો ઈનકાર કર્યો છે. પક્ષનું કહેવુ છે કે માકન ઈલાજ માટે વિદેશ ગયા છે.

નારાજગીના ઘણા કારણ

નારાજગીના ઘણા કારણ

કોંગ્રેસ ભલે અજય માકનના રાજીનામાનો ઈનકાર કરે પરંતુ આ ઘટનાઓ પાછળ પક્ષના નેતા અને રાજકીય વિશ્લેષક ઘણા કારણ માની રહ્યા છે. રાજીનામાની વાત પાછળ સ્વાસ્થ્ય એક કારણ ગણાવવામાં આવી રહ્યુ છે પરંતુ માકનની નારાજગીના બીજા કારણ પણ છે. સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અજય માકન 2019 ની લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનની વિરુદ્ધમાં છે.

આ પણ વાંચોઃ આરએસએસ એમેઝોન પર વેચશે ગૌમૂત્રથી બનેલા સાબુ, ટૂથપેસ્ટ, 220 માં મોદી કૂર્તો

આપ સાથે ગઠબંધનની વિરુદ્ધમાં માકન

આપ સાથે ગઠબંધનની વિરુદ્ધમાં માકન

અજય માકને માત્ર આપ સાથે નહિ પરંતુ તેમણે ગઠબંધનની વિરુદ્ધમાં નિવેદન પણ આપ્યુ હતુ. સૂત્રોનું કહેવુ છે કે તેમછતાં કેન્દ્રીય નેતૃત્વ આપ સાથે ગઠબંધન કરવા ઈચ્છતા હતા જેમાં કોંગ્રેસની ત્રણ લોકસભા સીટો મળવાની હતી જ્યારે આમ આદમી પાર્ટીને ચાર સીટો પર ચૂંટણી લડી હતી. સૂત્રોએ કહ્યુ કે પાર્ટી નેતૃત્વએ આને લગભગ અંતિમ રૂપ આપી દીધુ હતુ કે ચૂંટણી ગઠબંધનમાં લડવામાં આવશે પરંતુ અજય માકન તેના પક્ષમાં નહોતા. હાલમાં જ માકને દિલ્હીમાં સીલિંગ સામે ત્રણ મોટી રેલીઓનું આયોજન કર્યુ. એક પશ્ચિમી દિલ્હી, બીજી સેન્ટ્રલ દિલ્હી અને ત્રીજી ઉત્તરી દિલ્હીમાં કરવામાં આવી હતી. આ ત્રણે રેલીઓ ઘણી સફળ રહી અને તેની સફળતાએ આમ આદમી પાર્ટીને પણ એક રીતે ઝટકો આપ્યો. એવામાં જો કોંગ્રેસ આપ સાથે ગઠબંધન કરવા ઈચ્છે તો આ સંકેત ઠક નથી. રાહુલ ગાંધીના નજીકના હોવા છતાં અજય માકન નબળા થયા છે અને ઘણા નેતા તેમની વિરુદ્ધમાં છે.

માકનને કર્યા નજરઅંદાજ

માકનને કર્યા નજરઅંદાજ

માકને વાસ્તવમાં રણદીપ સિંહ સૂરજેવાલાને આગળ વધાર્યા જે હવે માકનને પાછળ રાખીને કોંગ્રેસના સંગઠનમાં ઘણા મજબૂત છે. લોકોએ કેન્દ્રીય નેતૃત્વને માકન વિશે ઘણી ફરિયાદો પણ કરી. પરંતુ સૂત્રોનું કહેવુ છે કે આ મામલે ખરો વળાંક ત્યારે આવ્યો જ્યારે અજય માકનના વિરોધ છતાં પક્ષે ભારત બંધના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને આમંત્રિત કરી. આપ તરફથી આમાં સંજય સિંહે ભાગ લીધો હતો. સૂત્રો જણાવે છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેટલાક અન્ય નેતાઓને કોંગ્રેસને આમ આદમી પાર્ટીનો સાથે લેવાનું સૂચન કર્યુ હતુ. જ્યારે આ પહેલા કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં આપ પાસે સમર્થન માંગ્યુ નહોતુ.

માકનથી ઘણા લોકો નારાજ

માકનથી ઘણા લોકો નારાજ

આમ આદમી પાર્ટીને પહેલી વાર પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારા સામે કોંગ્રેસના ભારત બંધમાં શામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. આ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અજય માકનને નજરઅંદાજ કરીને કરવામાં આવ્યુ હતુ. એ પણમ કહેવામાં આવે છે કે માકનનો વ્યવહાર અને અહંકાર પાર્ટીને પણ નુકશાન પહોંચાડી રહ્યો હતો અને આજ કારણ હતુ કે અરવિંદર સિંહ લવલીએ પાર્ટી છોડી. ત્યાં સુધી કે પૂર્વ મુખ્યમંત્રા શીલા દીક્ષિત પણ તેમનાથી ખુશ નથી. હાલમાં અજય માકન વિશે પક્ષ ભલે ગમે તે સ્પષ્ટતા આપે પરંતુ સૂત્રોનું કહેવુ છે કે કોંગ્રેસને ટૂંક સમયમાં દિલ્હીના નવા અધ્યક્ષ મળશે.

આ પણ વાંચોઃ ભાઈએ બહેનને 2 વર્ષથી ઘરમાં કરી કેદ, જમવા માટે 4 દિવસે આપતો 1 રોટલી

English summary
Maken resigns, Congress denies but the climax of drama yet to unfold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X