For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ જોઈન કરી શકે છે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની પીએમ મોદી સાથે મુલાકાતે રાજનૈતિક રૂપ લઈ લીધું

|
Google Oneindia Gujarati News

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની પીએમ મોદી સાથે મુલાકાતે રાજનૈતિક રૂપ લઈ લીધું છે. ચર્ચા વહેતી થઈ છે કે 2019 લોકસભા ચૂંટણી પહેલા મોહનલાલ ભાજપ જોઈન કરી શકે છે. ડેક્કન હેરાલ્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરએસએસ ઈચ્છે છે કે આગલા વર્ષે થનાર જનરલ ઈલેક્શનમાં મોહનલાલ તિરુવનંતપુરમ સીટ પરથી મેદાનમાં ઉતરે. જો આવું થાય છે તો આ સીટ પરથી હાલના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની મુશ્કેલીઓ વધી શકે છે.

મોદીને મળ્યા મોહનલાલ

મોદીને મળ્યા મોહનલાલ

કેરળમાં ભાજપાન વોટ શેરમાં વધારો થયો છે પરંતુ હજુ ભાજપે અહીં પોતાની પકડ જમાવવી બાકી છે. એવામાં મોહનલાલ જો ભાજપ સાથે જોડાય જાય તો તેઓ ભાજપ માટે સંજીવની સાબિત થઈ શકે છે. કેમ કે ભાજપની પાસે મલયાલમ અભિનેતા સુરેશ ગોપી તો છે પરંતુ આજે તેઓ પણ કર ચોરીના મામલામાં ફસાયેલ છે. ગોપીએ કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર કર્યો હતો. ગોપી હાલ રાજ્યસભાના સભ્ય છે.

મોદીએ પૂર ગ્રસ્તોને મદદ કરવાનો આશ્વાસન આપ્યું

મોદીએ પૂર ગ્રસ્તોને મદદ કરવાનો આશ્વાસન આપ્યું

સોમવારે પીએમ મોદીની સાથે મુલાકાત બાદ મોહનલાલે કહ્યું કે પીએમ મોદીએ કેરળમાં આવેલા વિનાશકારી પૂર અને તેનાથી મૃત્યુ પામનાર લોકોના પરિજનોની શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. જણાવી ધઈએ કે કેરળમાં પૂરના કારણે 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ ગ્લોબલ મલયાલી રાઉન્ડટેબલમાં ભાગ લેવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી જેનાથી ન્યૂ કેરળ માટે રોડમેપ તૈયાર કરી શકાય.

મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી

DCP પિતાએ નિભાવ્યું વરદીનું ફરજ, IPS દીકરીને સૌની સામે કરી સલ્યૂટDCP પિતાએ નિભાવ્યું વરદીનું ફરજ, IPS દીકરીને સૌની સામે કરી સલ્યૂટ

English summary
Malayalam superstar Mohanlal can join the BJP, rumours after Meeting with PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X