For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલેગાંવ બ્લાસ્ટઃ કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત 7 પર આરોપ નક્કી

2008 માં માલેગાંવમાં થયેલા બોમ્બ ધમાકા સાથે જોડાયેલા કેસમાં બધા સાત આરોપીઓ પર આતંકવાદનું ષડયંત્ર રચવાનો આરોપ નક્કી કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

2008 માં માલેગાંવમાં થયેલા બોમ્બ ધમાકા સાથે જોડાયેલા કેસમાં બધા સાત આરોપીઓ પર આતંકવાદનું ષડયંત્ર રચવાનો આરોપ નક્કી કરવામાં આવ્યો છે. એનઆઈએ કોર્ટે આરોપીઓ પર હત્યા, ધમાકાનું ષડયંત્ર અને આની સાથે જોડાયેલ બીજા ગુનાઓ માટે આરોપ નક્કી કર્યા છે. આરોપ નક્કી થયા બાદ કોઈ ગુનાહિત મામલે નીચલી અદાલતમાં કેસ શરૂ થાય છે. બધા સામે યુએપીએ અને આઈપીસીની કલમો હેઠળ કેસ ચાલશે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી પર શિવરાજ સિંહના પુત્રએ કર્યો માનહાનિનો કેસ, કોર્ટમાં હાજર થવાનો આદેશઆ પણ વાંચોઃ રાહુલ ગાંધી પર શિવરાજ સિંહના પુત્રએ કર્યો માનહાનિનો કેસ, કોર્ટમાં હાજર થવાનો આદેશ

આગામી સુનાવણી બે નવેમ્બરે

આગામી સુનાવણી બે નવેમ્બરે

માલેગાંવ મામલે આરોપી કર્નલ પુરોહિતની પોતાની સામે આરોપ નક્કી કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાથી લઈ દાખલ યાચિકા ફગાવી દીધી. અદાલતે કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત સાત આરોપીઓ પર મંગળવારે આરોપ નક્કી કર્યા છે. કર્નલ પુરોહિત ઉપરાંત સાધ્વી પ્રજ્ઞા સિંહ, રિટાયર મેજર રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી પર આરોપ નક્કી થયા છે. અદાલત કેસની આગામી સુનાવણી બે નવેમ્બરે કરશે.

જાણો અત્યાર સુધીનો સમગ્ર ઘટનાક્રમ...

બ્લાસ્ટના એક મહિના બાદ સાધ્વીની ધરપકડ

બ્લાસ્ટના એક મહિના બાદ સાધ્વીની ધરપકડ

29 સપ્ટેમ્બર 2008: મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. જુમ્માની નમાઝના સમયે મસ્જિદમાં એક મોટરસાઈકલમાં રાખેલા બોમ્બમાં આ વિસ્ફોટ થયો હતો. માલેગાંવ ધમાકા મામલે સાધ્વી પ્રજ્ઞા સહિત સાત આરોપીઓને એપ્રિલ 2017માં બોમ્બે હાઈકોર્ટમાં જામીન મળી ગયા હતા. આ હુમલો નવરાત્રિના સમયે થયો હતો.
23 ઓક્ટોબર 2008: લગભગ એક મહિના બાદ આ કેસમાં સૌથી મોટી ધરપકડ સાધ્વી પ્રજ્ઞાની થઈ. બીજી મોટી ધરપકડ કર્નલ પુરોહિતની થઈ હતી.
24 ઓક્ટોબર 2008: તપાસમાં એક બાઈક મળી આવી જેમાં ઓછી તીવ્રતાવાળો બોમ્બ રાખવામાં આવ્યો હતો. લગભગ એક મહિના બાદ તપાસ દરમિયાન એટીએસે પહેલી વાર માન્યુ કે આ ધમાકામાં કોઈ હિંદુ કટ્ટરપંથી જૂથનો હાથ છે.

ગયા વર્ષે મળ્યા હતા આરોપીઓને જામીન

ગયા વર્ષે મળ્યા હતા આરોપીઓને જામીન

4 નવેમ્બર 2008: આ કેસમાં બીજી સૌથી મોટી ધરપકડ સેનાના અધિકારી લેફ્ટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતની થઈ જેમના પર 2002-2004માં જમ્મુ-કાશ્મીરમાં પોતાના કાર્યકાળ દરમિયાન હુમલા માટે આરડીએક્સ આપવા અને ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો.
15 એપ્રિલ 2015: આરોપીઓ સામે કોઈ ઠોસ પુરાવા ન મળવા પર સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટે મકોકાના ચુકાદાને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે આ કેસને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાના પણ નિર્દેશ આપ્યા.
28 જૂન 2016: સાધ્વી ઠાકુરની જામીન અરજીને સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ સાધ્વી પ્રજ્ઞાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો.
એપ્રિલ 2017: માલેગાવ ધમાકા મામલે સાધ્વી પ્રજ્ઞા સહિત સાત આરોપીઓને એપ્રિલ 2017માં બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

આ પણ વાંચોઃ દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો, કેમેરામેન સહિત 3 ના મોતઆ પણ વાંચોઃ દૂરદર્શનની ટીમ પર નક્સલીઓનો હુમલો, કેમેરામેન સહિત 3 ના મોત

English summary
Malegaon Blast case: All seven accused framing of charges NIA court rejects Lt Col Purohit plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X