For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની જ પાર્ટીના નેતાઓ પર મલ્લિકાર્જૂન ખડગેનુ મોટુ નિવેદન, જાણો કપિલ સિબ્બલ સહિત નેતાઓએ શું કહ્યુ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ નેતાઓ પર નિશાન સાધીને મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ગ્રુપ-23ના નેતાઓએ ગયા વર્ષે એક પત્ર લખઈને મોટા ફેરફારની વાત કહી હતી. પરંતુ સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આ નેતાઓ પર નિશાન સાધીને કહ્યુ કે જી-23ના નેતા કોવિડ મહામારી દરમિયાન ગુમ હતા, આ લોકોએ પાર્ટીને બરબાદ ન કરવી જોઈએ, આ પાર્ટીએ આ લોકોને ઘણુ બધુ આપ્યુ છે. સૂત્રો મુજબ જી-23ના અમુક નેતા આ મુદ્દાને સોનિયા ગાંધી સામે પણ ઉઠાવી શકે છે.

mallikarjun kharge

પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ જેમણે હાલમાં જ પોતાના ઘરે એક ડિનર પાર્ટીનુ આયોજન કર્યુ હતુ જેમાં જી-23ના ઘણા નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે રાજનીતિમાં છલાંગ લગાવતા પહેલા વિચારવુ જોઈએ અને બોલતા પહેલા ચિંતન કરવુ જોઈએ. ખડગેના નિવેદન પર સિબ્બલે કહ્યુ કે જ્યારે અમુક નેતા અલગ વિચારની વાત કરતા હોય ત્યારે એ ન ભૂલવુ જોઈએ કે આ પાર્ટીમાંથી તેમને બધુ મળ્યુ છે. આ લોકોએ પાર્ટી બરબાદ કરવા વિશે ના વિચારવુ જોઈએ. આવુ કહેનારા ભૂલી જાય છે કે તે એ લોકોની વાત કરી રહ્યા છે જેમણે પાર્ટીને પોતાનુ બધુ આપ્યુ છે, આપણામાંથી અમુક લોકોએ પાર્ટીને બનાવવામાં યોગદાન આપ્યુ તો અમુક લોકોએ સોનિયા ગાંધીના સમયે પાર્ટી છોડી દીધી.

સિબ્બલે કહ્યુ કે આપણે સૌ પોતાના મતમાં એકજૂટ છીએ, આપણે સૌ પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. તેને રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રભાવી બનાવવા માંગીએ છીએ જેનાથી દેશની માટીને બચાવી શકાય. આપણે સૌ સકારાત્મક ફેરફારના એજન્ટ છે. વળી, આનંદ શર્માએ કહ્યુ કે હું આખી જિંદગી કોંગ્રેસ માટે પ્રતિબદ્ધ રહીશ, હું એવો વ્યક્તિ છુ જે કોંગ્રેસની વિચારધારા અને મૂલ્યો પર વિશ્વાસ કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ માટે મારી અંદર ખૂબ સમ્માન છે. હું મજબૂત કોંગ્રેસ માટે ઉભો છુ અને આના માટે વર્તમાન પડકારોનો સ્વીકાર કરીશ.

વળી, શશિ થરુરે ખડગેનના નિવેદનને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે સહયોગીઓએ એકબીજાના વિચારોનુ સમ્માન કરવુ જોઈએ. ખડગે માટે મને સમ્માન છે. મને આશા છે કે તે એ વાતની પ્રશંસા કરશે કે આપણે સૌ પાર્ટીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેનાથી રાષ્ટ્રીય સ્તરે ભાજપ સાથે લડી શકાય. વળી, મનીષ તિવારીએ કહ્યુ કે મને મલ્લિકાર્જૂન ખડગે માટે બહુ સમ્માન છે, તે પાર્ટીના વરિષ્ઠ નેતા છે. મને યાદ છે કે સિબ્બલજીની પાર્ટીમાં કોંગ્રેસ પાર્ટીને લઈને કોઈ વાત નહોતી થઈ. જ્યાં સુધી કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન મારા યોગદાનની વાત છે તો કાશ ખડગેજીએ મારી સાથે વાત કરી હોત તો મે તેમને આ વિશે માહિતી આપી હોત કે મે મારા સંસદીય વિસ્તારમાં શું કર્યુ.

English summary
Mallikarjun Kharge faces heat of his own party leaders for his remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X