ગુલામ નબી આઝાદની જગ્યાએ મલ્લિકાર્જૂન ખડગે હશે રાજ્યસભામાં વિપક્ષના નેતા
નવી દિલ્લીઃ Mallikarjun Kharge to become Leader of Opposition in Rajya Sabha: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં સાંસદ તરીકે કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ગુલામ નબી આઝાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે. એવામાં આઝાદના કાર્યકાળની સમાપ્તિ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવશે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ચેરમાનને મલ્લિકાર્જૂન ખડગેના નામને વિપક્ષના નેતા તરીકે આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુલાન નબી આઝાદ સહિત ચાર રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ મંગળવારે ખતમ થઈ રહ્યો છે. એવામાં મલ્લિકાર્જૂન ખડગે ગુલામ નબી આઝાદની જગ્યાએ રાજ્યસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા સંભાળશે.
તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાવુક વિદાય આપીને તેમની સાથે શેર કરેલી અમુક ખાસ પળોનો ઉલ્લેખ કર્યો. ગુલામ નબી આઝાદ સાથે પોતાના અનુભવોને શેર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા અને પોતાના આંસુ રોકી શક્યા નહોતા. પીએમે કહ્યુ કે ગુલામ નબી આઝાદની જગ્યાને ભરવી ઘણી મુશ્કેલ હશે કારણકે તે માત્ર પોતાના પક્ષ વિશે નથી વિચારતા પરંતુ દેશ અને રાજ્યસભા વિશે પણ વિચારતા હતા. ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદ સાથે પીડીપી સાંસદ નઝીર અહેમદ લાવેનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યો છે. જ્યારે ભાજપ સાંસદ શમસેર સિંહ મન્હાસ અને મીર મોહમ્મદ ફયાઝનો કાર્યકાળ 10 ફેબ્રુઆરીએ ખતમ થઈ ગયો છે.
'મને ખબર નથી જય શ્રી રામના નારાથી દીદી કેમ આટલા ચિડાય છે?'