ભાજપના મુકાબલા માટે મમતાએ બનાવી નવી રણનીતિ, ઘરે-ઘરે પહોંચશે કાર્યકર્તાઓ
કલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે તેમની પાર્ટી ઘરે-ઘરે પહોંચી લોકોને વાત કરશે અને સરકારના કામો જણાવશે. મમતા બેનરજીએ કહ્યું કે, ભાજપ પશ્ચિમ બંગાળ વિશે સતત જૂઠા સમાચાર ફેલાવી રહ્યું છે, અમે તેની વિરુદ્ધ અને લોકતંત્રને બચાવવા માટે ડોર ટૂ ડોર કેમ્પેઈન ચલાવશું. મમતાએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી ઈવીએમથી ખુશ નથી અને તેઓ ઈચ્છે છે કે બેલેટ પેપરની વાપસી થાય અને તેનાથી જ ચૂંટણી કરાવવામાં આવે.
હાલની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં ભાજપ સૌથી મજબૂત થઈને ઉભરી આવ્યા બાદ રાજ્યમાં ટીએમસી અને ભાજપ વચ્ચે સતત ટકરાવ જોવા મળી રહ્યો છે. ભાજપ સતત મમતા બેનરજીને નિશાન બનાવી રહી છે તો મમતા પણ બાજપ પર હુમલાખોર છે. હાલમાં જ મમતા બેનરજીએ પોતાની પાર્ટીની ખાસ ટૂકડી બનાવી છે જે ભાજપ અને આરએસએસથી નિપટશે. શનિવારે મમતા બેનરજીએ જય હિંદ વાહિની અને બંગ જનની વાહિની નામે બે ટૂકડીને ભાજપથી નિપટવાની જવાબદારી આપી છે. મમતા બેનરજીએ પોતાના નિવાસ પર બોલાયેલ બેઠકમાં જય હિંદ વાહિની ટૂકડીના અધ્યક્ષ કાર્તિક બેનરજીને અને બંગ જનની વાહિની ટૂકડીના અધ્યક્ષ કોકોલી ઘોષને બનાવવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના સમયે જ ભાજપ અને ટીએમસી વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પણ બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે સતત હિંસા જોવા મળી. લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42માંથી 18 સીટ જીતી છે, જે બાદ ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે. ચૂંટણી બાદ પણ હિંસના કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે.
ચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપી, તાઈવાનમાં દખલ સહન નહીં થાય