For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતાએ કેન્દ્રને પોતાના વિરોધ કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો

By Super
|
Google Oneindia Gujarati News

mamata-banerjee
કોલકતા, 11 મેઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ યુપીએ સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કેન્દ્ર સરકારને ચોર અને ડાકુની સરકાર ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે મારી સરકાર વિરુદ્ધ કેન્દ્રએ તમામ એજન્સીઓ લગાવી રાખી છે.

મમતા બેનરજીએ શુક્રવારે યુપીએ સરકાર પર ઘણા આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર તેમની સરકાર અને પાર્ટીને પરેશાન કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે અને માકપા સાથે મળીને ષડયંત્ર રચી રહી છે.

મમતાની પાર્ટીએ એક રેલીમાં કહ્યું કે, તમામ કેન્દ્રીય એજન્સીઓ તૃણમૂલ કોંગ્રેસ અને સરકારને પરેશાન કરવા માટે લગાવી દીધી છે. કોલગેટ ગોટાળાના હીરો અમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ યુપીએનો અંગ હતુ ત્યારે તૃણમૂલ સાંસદોની ફાઇલ મંગાવીને પાર્ટી પર ઇન્કમ ટેક્સની રેડ મારવાનું પગલું ઉઠાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે જો તમે તેની સાથે છો તો પણ ખરાબ છો અને સાથે નથી તો પણ ખરાબ છો. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કહ્યું કે અમે(કેન્દ્રએ) કહ્યું કે માયાવતીને છોડ્યા, મુલાયમને છોડ્યા, જયલલિતાને છોડ્યા, પરંતુ મમતાને છોડી નથી શક્યા, તેમનું નામ પણ (ભ્રષ્ટાચારમાં) ઉમેરો.

મમતાએ પડકાર ફેંક્યો કે કેન્દ્ર મારા વાળને અડીને બતાવે, હું માથુ નીચુ નથી કરવાની. હું રાજા અને રાણીને કહી રહી છું કે તે આગ સાથે ના રમો. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં બદલાવ લાવીશું.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee today dared the Centre to 'touch' her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X