For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયરામ રમેશના પત્રથી નારાજ થયા મમતા બેનર્જી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mamata-banerjee
નવી દિલ્હી, 21 ઑક્ટોબર: કેન્દ્રીય મંત્રી જયરામ રમેશના સરકારી પત્રમાં રાજકિય ટિપ્પણી કરવામાં આવતાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ઉઠ્યાં છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે મનરેગામાં પશ્વિમ બંગાળ માટે ફંડ અંગે 19 ઑક્ટોબરે મમતા બેનર્જીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની મૃત સરકાર રાજ્યના લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે.

કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી જયરામ રમેશે પોતાના પત્રમાં મમતા બેનર્જીને વર્ષ 2012-13 માટે મનરેગા ભંડોળ ચોથા હપતાના રૂપે 601.2 કરોડ રૂપિયાની રાશિને જાહેર કરવાની સૂચના આપી હતી. તેમને એ પણ ટાંક્યું હતું કે અત્યાર સુધીમાં પશ્વિમ બંગાળને 2655.2 કરોડ રૂપિયા મળી ચૂક્યાં છે.

પત્રમાં એક ફકરાની તરફ ધ્યાન આકર્ષિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે નિવેદન સ્પષ્ટ રીતે દંડાત્મક, અનૈતિક અને અસંવૈધાનિક છે. ફકરામાં દિલ્હીમાં માનસિક રીતે મૃત સરકારનો ઉલ્લેખ છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ફેસબુક પર લખ્યું છે કે ''ખરેખર હું આશ્વર્યચકિત છું કે કોઇ કેન્દ્રીય કક્ષાનો મંત્રી આટલી ખરાબ હદે રાજ્ય સરકારને પત્ર લખી શકે છે. આ ખોટુ ઉદાહરણ રજૂ થાય છે કે આપણા દેશના સ્વસ્થ લોકતંત્રના નામે કલંક છે.

તેમને કહ્યું હતું કે હું કેન્દ્રીય ગ્રામીણ મંત્રી જયરામ રમેશના 19 ઑક્ટોબર 2012ના પત્રને રજૂ કરું છું. આ વિશુદ્ધ સરકારી ગતિવિધિઓ છે. યૂપીએના પૂર્વસહયોગી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જનહિતમાં સંવિધાનના અનુસાર પોતાની ભૂમિકાઓનું નિવર્હન કરે છે.

English summary
A letter dripping in sarcasm from Union rural development minister Jairam Ramesh to Mamata Banerjee set political temperatures soaring in the state on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X