For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MPની ધરપકડ પર ભડકી મમતા, મોદી પર કર્યો પ્રહાર

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 22 નવેમ્બર: પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના શારદા ચિટફંડ ઘોટાળા મામલામાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૃંજય બોસની ધરપકડના એક દિવસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર વિભાજનકારી રાજનીતિ અપનાવા અને તેમની પાર્ટી વિરુદ્ધ સડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. મમતાએ જણાવ્યું કે તેઓ ડરાવવાની રાજનીતિથી પાછળ નહીં હટે, જોકે તેનો મોતોડ જવાબ આપશે.

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેણે જણાવ્યું કે અમારા સાંસદને માત્ર એટલા માટે જેલભેગા કરવામાં આવ્યા, કારણ કે એક ધર્મનિરપેક્ષ દળોના સમ્મેલનમાં ભાગ લેવામાં દિલ્હી ગઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત થઇ રહેલી વિદેશ યાત્રાઓની ટિખળ કરતા મમતાએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં કેટલો સમય વિતાવે છે. તેઓ આદમી જેની વિરુદ્ધ રમખાણોના ઘણા કેસ નોંધાયેલા છે, તે કેવી રીતે મારા પર આંગળી ઉઠાવી શકે છે.

mamata
મમતાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વિભાજનકારી રાજનીતિ કરી રહી છે. ભારતમાં સાંપ્રદાયિક હિંસા માથું ઉચકી રહી છે. આવનારા સમયમાં એક યુદ્ધ થવાનું છે. આપણે લડવાનું છે. અમને કોઇનાથી ડર નથી. અમે પડકાર સ્વીકાર કરીએ છીએ. જો અમારી પર પ્રહાર થશે તો અમે તેનો જવાબ આપીશું. અમને કોઇ આંખ ના બતાવે. અમે આપની ઉપર નિર્ભર નથી.

મમતાએ જણાવ્યું કે અમારા રાજનેતા જેવા સોનિયા ગાંધી શાંત છે, કારણ કે તેઓ ડરે છે. પરંતુ આપ મને ચુપ ના કરાવી શકો. હું કોઇનાથી નથી ડરતી. હું ચુપ ના રહી શકું. મમતાએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર દ્વારા તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધ ષડયંત્રને લઇને તેમની પાર્ટી શહેરમાં 24 નવેમ્બરના રોજ એક જનસભા આયોજિત કરશે.

મમતાએ જણાવ્યું કે શારદાએ કોને છેતર્યા તેની તપાશ નથી રહી. તપાસ તેની થઇ રહી છે કે કોણે શારદાને છેતરી. હું કેન્દ્રીય તપાસ બ્યૂરોની વિરુદ્ધ કંઇ નહીં કહું, કારણ કે સર્વોચ્ચ અદાલતે તેની વિશ્વનિયતા પર પહેલા જ ઘણું બધું કહ્યું છે.

English summary
Saradha scam: If we are hit, we will retaliate, Mamata Banerjee tells Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X