કૃષિ કાયદા પાછાઃ મમતા બેનર્જીએ કહ્યુ કે આ દરેક ખેડૂતની જીત, જેણે સતત સંઘર્ષ કર્યો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૃષિ કાયદા પાછા લેવાતા પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ પર મોટી ઘોષણા કરીને વિવાદિત કૃષિ કાયદા પાછા લઈ લીધા. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વના પ્રસંગે દેશને સંબોધિત કરીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમારા પ્રયાસોમાં કમી રહી ગઈ હશે જેના કારણે અમે લોકો આ કાયદા વિશે સમજાવી શક્યા નહિ. આ સાથે જ પ્રધાનમંત્રીએ કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારના આ મોટા નિર્ણય પર તમામ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ હેઠળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૃષિ કાયદા પાછા લેવાતા ખેડૂતોને અભિનંદન આપ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ખેડૂતોને અભિનંદન આપીને કહ્યુ કે આ દરેક ખેડૂતની જીત છે જેણે અટક્યા વિના સતત સંઘર્ષ કર્યો. જે ક્રૂરતા સાથે ભાજપે ખેડૂતો સાથે વ્યવહાર કર્યો તેનાથી તે વિચલિત ન થયા. આ એ સહુની જીત છે.
વળી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે આજે પ્રકાશ દિવસના દિવસે કેટલી મોટી ખુશખબરી મળી. ત્રણે કાયદા રદ. 700થી વધુ ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે કઈ રીતે દેશના ખેડૂતોએ પોતાના જીવની બાજી લગાવીને ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારા નમન...
My heartfelt congratulations to every single farmer who fought relentlessly and were not fazed by the cruelty with which @BJP4India treated you. This is YOUR VICTORY!
— Mamata Banerjee (@MamataOfficial) November 19, 2021
My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws












Click it and Unblock the Notifications
