For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળના ભાગલા નહિ પડવા દઉ, હું આના માટે પોતાનુ લોહી વહાવવા તૈયારઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના ભાગલા પડતા રોકવા માટે પોતાનુ લોહી વહાવવા તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યના ભાગલા પડતા રોકવા માટે પોતાનુ લોહી વહાવવા તૈયાર છે. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ કહી રહી છે કે તે બંગાળના ભાગલા પાડશે. ચૂંટણી નજીક આવવા સાથે ભાજપ આ માંગને આગળ વધારી રહી છે. ક્યારેક આ લોકો અલગ રહેવાની વાત કહે છે તો ક્યારેક પૂર્વી બંગાળને અલગ કરવાની વાત કરે છે. હું મારુ લોહી વહાવવા માટે તૈયાર છુ પરંતુ ક્યારેય પણ રાજ્યના ભાગલા નહિ પડવા દઉ.

mamata

વાસ્તવમાં, હાલમાં જ અલગાવવાદી સંગઠન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના વડા જીવન સિંગલાએ એક વીડિયો જાહેર કરીને કહ્યુ કે કૂચબિહારના સાંસદ નીતિશ પ્રામાણિક, જલપાઈગુડીના સાંસદ જયંતા રોય અને અલીપુરદ્વારના સાંસદ જોન બાર્લા અલગ કોચ-કામતાપુર રાજ્યના સમર્થક છે. બીજી તરફ મમતા બેનર્જીએ કહ્યુ કે અમુક નેતાઓ મને ધમકી આપી રહ્યા છે કે જો રાજ્યનુ વિભાજન નહિ થાય અને પૂર્વ બંગાળને અલગ રાજ્ય નહિ બનાવવામાં આવે તો રક્તપાત થશે. હું તેમને કહેવા માંગુ છુ કે જો તમારામાં હિંમત હોય તો તમારી બંદૂક મારી તરફ રાખો. હું પહેલા પણ આ જોઈ ચૂકી છુ તેથી મને ધમકાવવાનો પ્રયાસ કરશો નહિ. હું જાણુ છુ કે તમારી બંદૂકને કેવી રીતે હેન્ડલ કરવી. મમતાએ કહ્યુ કે આ બધુ ભાજપના સમર્થનથી થઈ રહ્યુ છે.

ભાજપ સાંસદ સૌમિત્ર ખાને પણ આવી જ માંગ ઉઠાવી હતી. તેમણે અલગ બંગા રાજ્ય જેમાં બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બીરભૂમ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓને સમાવતા એક અલગ જંગલમહેલની માંગ કરી હતી. તેમની પાર્ટીના સાંસદ જોન બરલાએ ગયા વર્ષે માંગ કરી હતી કે ઉત્તર બંગાળને અલગ રાજ્ય બનાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઈએ જેથી આ વિસ્તારનો વિકાસ થઈ શકે.

English summary
Mamata Banerjee says I am ready to shed my blood but no division of state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X