For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને રેલીમાં યુવકે ઝીંકી દીધો તમાચો

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 4 જાન્યુઆરી: એક મોટા સમાચાર કોલકાતાથી આવી રહ્યા છે, જ્યાં એક રેલી દરમિયાન એક અજાણ્યા યુવકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સૌની સામે એક જોરદાર તમાચો ચોડી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જીને તમાચો મારનાર યુવક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો જ હતો અને તે સાંસદ અભિષેક બેનર્જીથી કોઇ વાતથી નારાજ હતો.

abhishek
પ્રાપ્ત જાણકારી અનુસાર રવિવારે એક રેલીને અભિષેક બેનર્જી સંબોધિત કરી રહ્યા હતા કે ત્યારે જ એક યુવકે તેમની પર હુમલો કરી દીધો. આ હુમલા બાદ રેલીમાં હોબાળો મચી ગયો. પાર્ટીના અન્ય લોકો હુમલો કરનાર યુવકને પકડવા માટે દોડ્યા પરંતુ ત્યાં સુધી આ યુવક પોતાના મંસૂબાને અંજામ આપી ચૂક્યો હતો. હાલમાં યુવક પોલીસ કસ્ટડીમાં છે. આપને જણાવી દઇએ કે અભિષેક બેનર્જી તૃણમૂલ યૂથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ડ છે અને હાલમાં તેઓ ઠીક છે.

એ અંગે વાત કરતા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને મીડિયાને જણાવ્યું કે મને બધી જાણકારી નથી મળી. હું સંપૂર્ણ અહેવાલની રાહ જોઇ રહ્યો છું, જે જાણકારી પ્રાપ્ત થઇ છે તેના હિસાબથી હુમલો કરનારો યુવક પાર્ટીનો નથી.

English summary
West Bengal Chief Minister and Trinamool Congress chief Mamata Banerjees nephew Abhishek was slapped by a man while addressing youth TMC rally on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X