For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન

હાર્દિક પટેલને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીનું સમર્થન મળ્યું, ડેલિગેશન હાર્દિકને મળવા આવશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીક હોય હાર્દિક પટેલે ફરી આંદોલન સક્રિય કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ કરેલી જાહેરાત મુજબ હાર્દિક પટેલે 25મી ઓગસ્ટથી અનિશ્ચિત સમય સુધીના અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ વખતે હાર્દિક પટેલે પાટીદાર સમાજને અનામત અને ખોડૂતોનું દેવું માફીની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. હાર્દિકના આ ઉપવાસ પર સમગ્ર દેશની નજર છે. આ પણ વાંચો- હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ શરૂ, પોલીસની ક્લોઝ વોચ

બહેનોએ રાખડી બાંધી

બહેનોએ રાખડી બાંધી

આજે રક્ષા બંધન નિમિત્તે પાટીદાર બહેનોએ હાર્દિકને રાખડી બાંધી હતી. હાર્દિકે ફેસબુક પોસ્ટ કરી લખ્યું હતું કે, "પાટીદાર સમાજના અધિકાર માટે શહીદ થયેલા વીર શહીદ યુવાનોને નમન, સમાજ માટે આપેલું તમારું બલિદાન વ્યર્થ નહીં જાય. શહીદો અમર રહો." જણાવી દઈએ કે 25મી ઓગસ્ટે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાર્દિકની મુલાકાત લઈ ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું. જો કે આ દરમિયાન અમદાવાદના કેટલાય વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.

મમતાનું સમર્થન

મમતાનું સમર્થન

કોંગ્રેસે હાર્દિકના આંદોલનને સમર્થન આપ્યું, ઉપરાંત ઉપવાસના બીજા દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે, એટલું જ નહીં મમતા બેનરજીનું ડેલિગેશન હાર્દિક પટેલની મુલાકાતે આવનાર છે. મમતા બેનરજીના ડેલિગેશન તરીકે દિનેશ ત્રિવેદી સહિત 4 સાંસદો હાર્દિકની મુલાકાતે આવશે. હાર્દિકના ઉપવાસ સ્થળની બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોનો દાવો છે કે લોકોને ઉપવાસ સ્થળ પર આવતાં પોલીસ તેમને અટકાવી રહી છે.

જીજ્ઞેશ અને હાર્દિક

જીજ્ઞેશ અને હાર્દિક

27મી ઓગસ્ટે માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, જોડિયા, ધ્રોલ અને જામનગરથી જ્યારે 28મીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ અને પ્રાંતિજથી પાટીદારો ઉપસ્થિત રહેનાર છે.

આ રહ્યો કાર્યક્રમ

આ રહ્યો કાર્યક્રમ

31મીએ ભાવનગર, ઘોઘા, સિહોર, ગારીયાધાર, પાલીતાણા, સુરત, તળાજા, મહુવા જ્યારે 1લી સપ્ટેમ્બરે બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારિયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર, દહેગામ ઉપરાંત 2જી સપ્ટેમ્બરે અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુડી, ચોટીલા, સાયલા, ચુડા અને લીંબડીથી લોકો ઉપસ્થિત રહેશે.

આ રહ્યો કાર્યક્રમ

આ રહ્યો કાર્યક્રમ

3જી સપ્ટેમ્બરે સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરા અને 4 સપ્ટેમ્બરે કુતિયાણા, જૂનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર, ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા અને વડોદરાથી લોકો હાજર રહેનાર છે.

English summary
mamata came to support protest of hardik patel, her delegation will come in ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X