For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મીમાં જોડાવવા માટે યુવકે પોતાનું માથું ફોડ્યું

યુપીના ગાઝિયાબાદ માં લંબાઈ વધારવા માટે એક અજીબ મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે હેરાન થઇ જશો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જે લોકોની લંબાઈ ઓછી હોય છે તેઓ પોતાની લંબાઈ વધારવા માટે ઘણા ઉપાય કરે છે. કેટલાક લોકો વ્યાયામ ઘ્વારા લંબાઈ વધારવાની કોશિશ કરે છે, તો કેટલાક લોકો દવાનો સહારો લે છે. પરંતુ યુપીના ગાઝિયાબાદ માં લંબાઈ વધારવા માટે એક અજીબ મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે હેરાન થઇ જશો. ખરેખર ગાઝિયાબાદમાં સેના રેલી ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવકની લંબાઈ ઓછી હતી. તેને પોતાની લંબાઈ વધારવા માટે પોતાનું માથું ફોડી લીધું.

શરીરની લંબાઈ વધારવા માટે પથ્થર થી માથું ફોડી નાખ્યું

શરીરની લંબાઈ વધારવા માટે પથ્થર થી માથું ફોડી નાખ્યું

સેના રેલી ભરતીમાં ગુરુવારે ભરતી માટે મુરાદાબાદ જનપથ ના યુવાઓને બોલાવવામાં આવ્યા હતા. મુરાદાબાદ થી આવેલા અંકિત કુમારે પોતાના શરીરની લંબાઈ વધારવા માટે પથ્થર થી માથું ફોડી લીધું. જેનાથી માથું સુજી ગયું. માથું સુજી જવાથી તેના શરીર ની લંબાઈ થોડા સેન્ટિમીટર વધી જાય અને તેની પસંદગી થઇ જાય. આખો મામલો ત્યારે પકડવામાં આવ્યો જયારે સેના અધિકારી ઘ્વારા તેની લંબાઈ માપવામાં આવી તો નિર્ધારીક લંબાઈ કરતા થોડી વધારે નીકળી.

માપણી દરમિયાન પકડાયો

માપણી દરમિયાન પકડાયો

અધિકારીઓને થોડી શંકા થયી તો તેના માથાની તપાસ કરવામાં આવી. તેનું માથું સુજી ગયું હતું. સેનાના અધિકારીઓને તેને માથામાં ઘા લાગવાની વાત કહી. અધિકારીઓ ઘ્વારા ઘા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો. અધિકારીઓ ઘ્વારા બારીકી થી જાંચ કરવામાં આવી તો આખો મામલો પકડમાં આવી ગયો. બીજી તરફ નકલી પ્રમાણપત્ર અને દસ્તાવેજો લઈને પણ લોકો આવી રહ્યા છે.

2 ડઝન કરતા પણ વધુ નકલી અરજીકર્તા પકડાયા

2 ડઝન કરતા પણ વધુ નકલી અરજીકર્તા પકડાયા

ભરતી માટે 7289 યુવા રજીસ્ટર હતા જેમાંથી 4347 યુવાનો જ ગ્રાઉન્ડ પર પહોંચ્યા 409 યુવાઓ ઓછી લંબાઈને કારણે હટાવી દેવામાં આવ્યા જયારે 3938 યુવાનો જ ભરતી માટે દોડ્યા 290 યુવાનોને દોડ પછી અંતિમ રૂપ માટે પસંદ કરવામાં આવ્યા હતા અધિકારીઓ ઘ્વારા 2 ડઝન કરતા પણ વધુ નકલી અરજીકર્તા પકડવામાં આવ્યા

English summary
Man broken his head for army rally recruitment in ghaziabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X