For Quick Alerts
For Daily Alerts
Video: જયલલિતાના સમર્થકે હાથ-પગમાં ઠોંક્યા ખિલ્લા
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના પ્રત્યેનો પ્રેમ ત્યારે ચરમસીમાએ પહોંચી ગયો જ્યારે એક સમર્થકે ખુદને પ્રભુ ઇશુની જેમ ક્રુસ પર લટકાવી દીધો. તે ક્રોસ પર લટકી ગયો અને પોતાના હાથોમાં અને પગોમાં ખિલ્લા ઠોકાવી દીધા. આ બધું તેણે એટલા માટે કર્યું કારણ કે તે ઇચ્છતો હતો કે અમ્માને ફરીથી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે.
હવે તેમના એક સમર્થક જયલલિતાને એક વાર ફરીથી તમિલનાડુના મુખ્યમંત્રી બનાવવા માટે ખુદને ક્રૂઝ પર ચડાવી દીધો. ક્રૂઝ પર લટકી જનાર વ્યક્તિની માંગ હતી કે તે તેમની નેતા ફરીથી મુખ્યમંત્રી પદ સંભાળી લે. શિહાન હુસૈની નામના આ સમર્થકે અમ્માને સીએમ બનાવવા માટે ખુદને 6 મિનિટ માટે ક્રૂઝ પર લટકાવી દીધો.
વ્યવસાયે કરાટે એક્સપર્ટે ખુદને લાકડાના ક્રોસ પર હજારો એઆઇએડીએમકેના સમર્થકોની સામે ક્રોઝ પર ચડી ગયો. આ ઘટનાને લઇને એક વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે હુસૈનીના હાથ-પગમાં ખિલ્લા ઠોકેલા છે અને તેના સહારે તેને ક્રોઝ પર લટકાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે જયલલિતા પર આવક કરતા વધારે સંપતિના મામલે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે. આ કેસના પગલે તેમને જેલની હવા પણ ખાવી પડી હતી.
જુઓ વીડિયો કેવી રીતે લટકી ગયો ક્રૂઝ પર...