For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોળેનાથને ખુશ કરવાના ચક્કરમાં યુવકે કાપી નાખી પોતાની જીભ

યુવકે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના ચક્કરમાં પોતાની જીભ કાપી નાખી

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા જ દિલ્હીમાં બુખારી કાંડ થયો હતો જેમાં આખા પરિવારે અંધશ્રદ્ધાને પગલે આત્મહત્યા કરી લીધી હતી. આના જેવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં યુવકે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના ચક્કરમાં પોતાની જીભ કાપી નાખી. આ ઘટના છત્તીસગઢના સૂરજપુરની છે.

શિવને પ્રસન્ન કરવા કર્યું આવું

શિવને પ્રસન્ન કરવા કર્યું આવું

આસ્થા અને ધાર્મિક સ્થળ તરીકે જાણીતા સૂરજપુરમાં વધુ એક અંધવિશ્વાસનો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને કમકમાટી છૂટી જાય. મામલો આસ્થાના નામે અંધશ્રધ્ધા સાથે જોડાયેલ છે. મામલો એ સ્થળનો જ છે જ્યાં બે વર્ષ પહેલા કરસુ કલકેલામાં એક યુવતીના નાગ સાથે લગ્ન કરાવ્યા હોવાના દાવાએ દેશ આખાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પણ વાંચો-જલ્લાદ માતાપિતાએ અંધવિશ્વાસમાં 4 માસની દિકરીની કરી હત્યા

ચિઠ્ઠીમાં લખ્યું મંદિરની સફાઈ કરી મારી સેવા પણ કરો

ચિઠ્ઠીમાં લખ્યું મંદિરની સફાઈ કરી મારી સેવા પણ કરો

જણાવી દઈએ કે આજે સવારે ઘરેથી પૂજા કરીને યુવક નિકળ્યો અને ગામથી થોડે દૂર ભગવાન શિવના મંદિરે પહોંચી ગયો હતો. અહીં તેણે પોતાની જીભ કાપીને ભગવાન શિવને સમર્પિત કરી દીધી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં વધુ માત્રામાં લોહી વહી ગયું હતું. લોકો મંદિરે પૂજા કરવા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે યુવકે પોતાની જીભ કાપી નાખી. પોતાની જીભની બલી આપનાર યુવકે ચિઠ્ઠિમાં લખ્યું હતું કે મંદિરમાં આવતા લોકો મંદિરની સાફ-સફાઈ કરી તેની પણ સેવા કરે.

હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

ગ્રામજનોએ આ ઘટનાની જાણકારી સરપંચને આપી, જે બાદ યુવકના પરિજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી. યુવકને ગંભીર હાલતમાં અંબિકાપુર જિલ્લા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો. ભગવાન શિવને જીભ ચઢાવનાર યુવકનું નામ મોહન ચૌધરી છે અને તે પરિવારની સાથે રહીને ખેતી કરતો હતો. આ મામલે પરિવારના લોકોએ કહ્યું કે તે બાળપણથી જ ભગવાન શિવની પૂજા કરતો હતો. બની શકે કે તેણે કોઈ માનતા માની હોય અને તે પૂરી થવા પર પોતાની જીભ ભગવાન શિવને ચઢાવી દીધી હોય. આ પણ વાંચો-નિવસ્ત્ર થઇને ચલાવે છે હળ, જાણો વરસાદ વિશે 10 વિચિત્ર ટોટકા

English summary
man cut his tongue for blind faith on god in surajpur chattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X