For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ લોકલમાં સીટના ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 ડિસેમ્બર: શુક્રવારે રાત્રે મુંબઇ લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેનમાં ફાયરિંગથી હડકંપ મચી ગયો છે. ચાલુ ટ્રેનમાં એક મુસાફરે બીજા મુસાફર ફાયરિંગ કરી દિધું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને યાત્રીઓ વચ્ચે સીટને લઇને ઝઘડો થયો હતો. જે મુસાફર પર ગોળી ચલાવવામાં આવી હતી તે ખતરાથી બહાર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. જો કે આ ઘટનામાં મુંબઇ લોકલમાં સુરક્ષાને લઇને સવાલ ઉભા થવા લાગ્યા છે. મળતી માહિતી અનુસાર ઘટના સેન્ટ્રલ રેલવેના નાહર સ્ટેશનની છે.

પોલીસના જણાવ્યા અનુસાર 25 વર્ષીય તબરેજ જેઠવાએ દાદરથી ટ્રેન પકડી. ત્યારબાદ ટ્રેનમાં 4 લોકો સાથે સીટને લઇને બોલાચાલી થઇ. આ દરમિયાન તબરેજનો પગ એક મુસાફરના પગને વાગી ગયો. આ મુદ્દે વિવાદ થયો અને જેને પગ વાગ્યો હતો, તેને ફાયરિંગ કરી દિધું. ગોળી ચાલવાનો અવાજ સાંભળી લોકલ ટ્રેનમાં અફરા-તફરી મચી ગઇ હતી અને ટ્રેનમાં હાજર કોઇ યાત્રીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન ટ્રેન નાહર સ્ટેશન પહોંચી ગઇ હતી અને ફાયરિંગ કરનાર વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો.

mumbai-local-firing

પોલીસનું માનીએ તો તબરેજને એક ગોળી છાતીની નીચે અને બીજી જાંઘ પર લાગી હતી. તે હાલ સાયન હોસ્પિટલમાં ભરતી છે અને તેને ખતરાથી બહાર બતાવવામાં આવી રહ્યો છે. પોલીસે હત્યાના પ્રયત્નનો કેસ દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમરાના કારણે ફાયરિંગ કરનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવશે. તો બીજી તરફ આ ઘટનાએ લોકલ ટ્રેનમાં યાત્રીઓની સુરક્ષા પર સવાલ ઉભા કરી દિધા છે.

English summary
Man fires 2 rounds inside Mumbai local train, commuter hospitalized.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X