ચાકૂની અણીએ પાગલે કર્યો ટ્રક હાઇજેક, 40ને ચગદયા, 7ના મોત
આ અકસ્માતમાં 40થી વધુ લોકો ટ્રકની ચપેટમાં આવી ગયા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધી સાત લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 35થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જેમને અલગ-અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. પોલીસે આરોપી ડ્રાઇવર અર્જુન કશ્યપની ધરપકડ કરી લીધી છે. કેટલાક લોકોનું કહેવું છે કે રસ્તાના કિનારે ઉભેલા ટ્રકને અર્જુને પોતાના કબજે કરી લીધો હતો અને તેને આ ઘટનાને અંજામ આપ્યું હતું. આ ઘટના બાદ પોલીસ મથકમાં અફરા-તફરી મચી જવા પામી હતી અને લોકો ગુસ્સામાં હતા.
ભીડે પોલીસ સ્ટેશન તથા હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. તો બીજી તરફ વહિવટી તંત્રએ પરિસ્થિતીને ધ્યાનમાં રાખતાં આસપાસના જિલ્લામાંથી વધારે પોલીસદળ બોલાવી લીધી છે. મળતી માહિતી મુજબ જે ચાલકની ધરપકડ કરવામાં આવી છે તે આ ટ્રકનો અસલી ચાલક નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર ધરપકડ કરવામાં આવેલા અર્જુન એક વિક્ષિપ્ત છે જેને ટ્રકના અસલી ચાલકને બંધક બનાવી લીધો હતો અને પોતે ટ્રક લઇને ભાગી ગયો હતો. જો કે પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.