For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હમ દિલ દે ચૂકે સનમ, પત્નીનું પ્રેમી સાથે કરાવ્યું મીલન

By Super
|
Google Oneindia Gujarati News

marriage-life
પટના, 29 નવેમ્બર: બિહારમાં એક યુવકે પોતાની દરિયાદીલીનો પરિચય કરાવતા પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા, એ પણ પોલીસ અને હજારો લોકોની હાજરીમા. આવી કહાણી આપણી સામે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ આવી છે. વર્ષો પહેલા પણ સલમાન, અજય અને ઐશ્વર્યા અભિનિત ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સમન' આવી હતી. આવો જ કિસ્સો બિહારમાં પણ બન્યો છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે મધુબની જિલ્લાના નવની ગામનના યુવક શ્રવણ કુમારે જયારે અનુભવ્યું કે તેની પત્ની તેની સાથે ખુશ નથી ત્યારે તેની પત્ની રંજૂ દેવીને તેના પ્રેમી રવિન્દ્ર ચૌધરી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હતી.

રંજૂ અને શ્રવણના લગ્નને છ વર્ષ વીતિ ગયા અને તેમને બે બાળકો પણ છે, પરંતુ શ્રવણે પોતાની પત્નીની ખુશી માટે પોતાના સુખનો ત્યાગ આપતા તેના પ્રેમી સાથે મીલન કરાવ્યું અને બન્ને બાળકોને પણ તેના હવાલે કરી દીધા.

પોલીસ અધિકારી સુરેન્દ્ર કુમાર દેવએ આને અનોખા લગ્ન ગણાવતા કહ્યું કે,મંગળવારે એક મંદિરમાં આ બન્ને પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

English summary
A man in Bihar got his wife married to her lover in the presence of hundreds of people, a police officer said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X