For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15000 પગાર પર ભરતી કર્યા યુવકો, ટાર્ગેટ આપ્યો રોજ 1 ચોરી

15000 પગાર પર ભરતી કર્યા યુવકો, ટાર્ગેટ આપ્યો રોજ 1 ચોરી

|
Google Oneindia Gujarati News

જયપુરઃ કંપનીમાં કામ કરાવવા માટે નોકરી પર રાખવાની વાત તો તમે કેટલીય વખત સાંભળી હશે પરંતુ જયપુરમાં એક શખ્સે ચોરી કરવા માટે લોકોને નોકરી પર રાખ્યા. 21 વર્ષના એક શખ્સે 6 બેરોજગારોને ચોરી માટે 15-15 હજારના પગાર પર નોકરીએ રાખ્યા હતા અને દરરોજ એક ચોરી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. પોલીસે ગેંગના લીડર સહિત તમામ 7 લોકોની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી ભારે માત્રામાં લૂંટનો સામાન મળી આવ્યો છે.

બેરોજગારોને ચોરી કરવા માટે નોકરી પર રાખ્યા

બેરોજગારોને ચોરી કરવા માટે નોકરી પર રાખ્યા

જયપુર પોલીસે લૂંટ કરતી ગેંગને પકડી પાડી છે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જયપુર પૂર્વના ડેપ્યુટી કમિશ્નર ગૌરવ યાદવે જણાવ્યું કે 21 વર્ષના આશીષ મીણાએ 6 બોરેજગાર લોકોને ચોરી કરવા માટે નોકરી પર રાખ્યા હતા. આના માટે તમામને 15-15 હજાર રૂપિયા પગાર આપવાનો વાયદો કર્યો હતો અને તમામને રોજ 1 ચોરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પોલીસે મંગળવારે મોબાઈલ ફોન, ગોલ્ડ ચેન અને મોટરસાઈકલ ચોરીના આરોપમાં તમામની ધરપકડ કરી લીધી છે.

આવી રીતે પોલીસે પકડ્યા

આવી રીતે પોલીસે પકડ્યા

આ ગેંગ જવાહર સર્કલ એરિયા, શિવદાસપુરા, ખો નાગોરિયા, સનાગનેરમાં સક્રિય હતી. આ જગ્યામાં લાગેલ સીસીટીવી ફુટેજ અને ચોરી થયેલ મોબાઈલ ફોનની મદદથી પોલીસે ગેંગનું લોકેશન ટ્રેસ કરી લીધું હતું. રવિવારે પોલીસને સૂચના મળી હતી કે આી ગેંગ પ્રતાપ નગરમાં છૂપાઈને બેઠી છે, જ્યાં દરોડા પાડીને પોલીસે તમામની ધરપકડ કરી લીધી. પોલીસે આરોપીઓ પાસેથી 33 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 2 સોનાની ચેન, 4 મોટરસાઈકલ જપ્ત કર લીધી છે. ગેંગના મેમ્બર લૂંટનો બધો સામાન લીડર આશીષને સોંપતા હતા, જેમ આ સામાન વેંચીને રૂપિયા કમાતો હતો.

દર મહિને મળે છે 15 હજારનો પગાર

દર મહિને મળે છે 15 હજારનો પગાર

ડિસીપીએ જણાવ્યું કે તમામ લોકો અભણ અને બેરોજગાર છે. આશીષે તેમને ગુનો કરવા માટે દર મહિને પગાર પર રાખ્યા હતા. જો ગેંગના સભ્ય એક દિવસ ચોરી કરવામાં અસફળ રહેતા તો આશિષ તેમની એક દિવસની સેલેરી કાપી લેતો હતો. આ તમામને જુલાઈમાં કામ પર રાખ્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 36 ઘટનાઓને અંજામ આપ્યો હતો. એમની ઓળખાણ નંદરામ મીણા (20), ઇંદરાજ બૈરવા (19), ખલિલ (24), લખન મીણા (22), કપિલ મીણા (20) અને સલમાન ખાન (23)ના રૂપમાં થઈ છે.

ઓડિશા પહોંચ્યું તિતલી તોફાન, 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વીડિયોઓડિશા પહોંચ્યું તિતલી તોફાન, 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વીડિયો

English summary
Man In Jaipur Recruited Jobless Men For Robbing Mobile Phones And Gold Chains On Monthly Salaries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X