For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, પકોડા માટે જમાઈએ કરી સાસુની કરપીણ હત્યા

પકોડા બન્યું હત્યાનું કારણ, જમાઈની ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લગ્ન બાદ સાસુ જ્યારે પોતાનાં બાળકોને લઈને જમાઈને ત્યાં રહેવા આવી તો ઘરનું બજેટ ખોરવાઈ ગયું, આ વાતથી નારાજ જમાઈએ સાસુની કરપીણ હત્યા કરી નાખી. આ ઘટના દિલ્હીના કેશવપુરના રામપુરા વિસ્તારમાં બની, જ્યાં 21મી જૂને જમાઈએ પોતાની સાસુ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. હત્યા બાદ નૉર્થ વેસ્ટ સ્પેશિયલ સ્ટાફે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે.

ઘરના માહોલથી નારાજ હતો

ઘરના માહોલથી નારાજ હતો

જાણકારી મુજબ આરોપીનું નામ અફરોઝ છે અને તે ઉત્તર પ્રદેશના ગાજીપુર ગામ બદેસરાનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે જ્યારે પણ તે ઘરે પહોંચતો હતો ત્યારે એના ઘરનો માહોલ જોઈને તે ગુસ્સે થઈ જતો હતો. આરોપીએ કહ્યું કે ઘરે પત્ની તેની મા અને બહેનો સાથે આરામથી રહેવા લાગી અને મારી ચિંતા પણ નહોતી કરતી. ડીસીપી અસલમ ખાને જણાવ્યું કે એસટીએફના ઈન્સ્પેક્ટર સતવિંદર રાણા, એસઆઈ આનંદ સિંહ, હેડ કોન્સ્ટેબલ વિકાસ અને કોન્સ્ટેબલ રાહુલની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી.

વધુ પડતા ખર્ચને કારણે તણાવ

વધુ પડતા ખર્ચને કારણે તણાવ

એક વર્ષ પહેલા અફરોઝ સાથે શાહિસ્તાના લગ્ન થયાં હતાં અને તે ગર્ભવતી હતી. અફરોઝ જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. શાહિસ્તાની મા અને બહેનો એક દિવસ અફરોઝના ઘરે રહેવા માટે આવી ગયાં. જે બાદ અફરોઝ અને એની પત્ની વચ્ચે સતત મતભેદો થવા લાગ્યા અને બંનેએ વાતચીત કરવાનું પણ ઘટાડી દીધું. એક દિવસ જ્યારે શાહિસ્તાએ પોતાની માતા અને બહેનો માટે પકોડા બનાવ્યા હતા ત્યારે આ વાતને લઈને જ અફરોઝ અને શાહિસ્તા વચ્ચે ઝઘડો થઈ ગયો.

પકોડાના કારણે થયો વિવાદ

પકોડાના કારણે થયો વિવાદ

વાત એમ હતી કે અફરોઝ માટે પકોડા ઓછા રાખ્યા હતા અને તે ઠંડા થઈ ગયા હતા, આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થયો. આ દરમિયાન જ્યારે ઝઘડો અટકાવવા માટે સાસુ વચ્ચે પડ્યાં ત્યારે આરોપીએ ચાકુથી પોતાની સાસુ પર હુમલો કરી દીધો, એટલું જ નહિ પણ જ્યારે પત્ની શાહિસ્તાએ તેને રોકવાની કોશિશ કરી તો તેણે શાહિસ્તાના પેટમાં પણ ચાકુ ભોંકી દીધું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. 3 મહિના બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે.

નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહઃ ભાગવત નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહઃ ભાગવત

English summary
Man killed his mother in law over Pakora issue arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X