બેંગ્લોરમાં મધરાતે જોવા મળ્યો અંતરિક્ષ યાત્રી, જુઓ Video
બેંગ્લોરઃ આજે એક તરફ મિશન ચંદ્રયાન 2ની ચર્ચા થાય છે તો બીજી તરફ એક શખ્સ ચર્ચામાં છે જે અંતરિક્ષ યાત્રીની વેશભૂષામાં બેંગ્લોરના રસ્તાઓ પર અડધી રાત્રે જોવા મળ્યો. આ ચંદ્રની ઉબડ ખાબડ સપાટી પર ઉતરેલો કોઈ અંતરિક્ષ યાત્રી નહોતો, બલકે બેંગ્લોરના માગડી રોડ પર અંતરિક્ષયાત્રીની વેશભૂષામાં એક કલાકાર હતો. બાદલ નનજુંદ સ્વામીએ આ મૂન વૉક એટલા માટે કરી કે લોકોને અહીંના ખાડા ખડબા વાળા રસ્તાઓની હાલત સમજમાં આવી જાય.

રસ્તા પર નિકળ્યો અંતરિક્ષ યાત્રી
ઉબડ ખાબડ રસ્તાઓનો વિરોધનો આ અંદાજ લોકોને પસંદ આવ્યો. બેંગ્લોરના રસ્તે બનેલ આ ખાડાઓથી સૌથી વધુ પરેશાન સામાન્ય નાગરિકોને જ થાય છે. ટ્રાફિક જામની સમસ્યા ઉકેલાય તેમ નથી ત્યારે આવા ખરાબ રસ્તાઓ નાગરિકોને મુશ્કેલીઓમાં વધારો કરી દેતા હોય છે. જો કે રસ્તાઓ તરફ ધ્યાન ખેંચવાની કલાકાર બાદલની આ પહેલી કોશિશ નથી, અગાઉ પણ આ સમસ્યાને ચર્ચામાં લાવવા માટે સફળ પ્રયાસ કરી ચૂક્યા છે.
|
જુઓ વીડિયો
વર્ષ 2015માં રસ્તાઓમાં બનેલ ખતરનાક ખાડાઓથી લોકો પરેશાન હતા. ત્યારે એક દિવસ અચાનક રસ્તાની વચ્ચોવચ એક મઘર દેખાયો. બાદલે જ આ મઘર બનાવ્યો હતો. જેની ભારે ચર્ચા પણ થઈ હતી અને તે બાદ મહાનગરપાલિકાએ ખાડાઓ ભરવાનું કામ શરૂ કરી દીધું હતું.
અગાઉ પણ ઉઠાવ્યો હતો આ મુદ્દો
બાદલની સોચ અને તેની કળાના લોકો દીવાના છે. ઉદ્યોગપતિ અનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું કે 'મેં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યૂક્રેનના લોકો રસ્તા પર બનેલ ખાડાથી કેવી રીતે નિપટે છે. હવે જુઓ આપણે ભારતીયોએ કેવી રીતે આપણી પરેશાનીને બિલકુલ સ્ટ્રીટ આર્ટમાં બદલી દીધું છે.' વર્ષ 2016માં જ્યારે બધા જ સ્તાઓ પર દર કિલોમીટરે 30થી 40 ખાડા બની ગયા હતા અને દુર્ઘટનાઓ સામાન્ય હતી ત્યારે કન્નડ ફિલ્મોની અભિનેત્રી સોનૂ ગૌડાને જલપરી બનાવીને પણ બાદલે વાહવાહી લૂંટી હતી.