• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ રેકોર્ડિંગથી માલિકને બ્લેકમેલ કરતી હતી મેડ..માલકણને આવી ગયો હાર્ટ એટેક..

|

મુંબઇ, 17 ડિસેમ્બર: અડધી રાત્રે જવાન થનારી માયાનગરી મુંબઇમાં બ્લેકમેલિંગનો એક કેસ સામે આવ્યો છે જેના કારણે એક મહિલાને હાર્ટ એટેક આવી ગયો. હા, ઘરમાં કામ કરનારી મેડની બ્લેકમેલિંગે ઘરની માલકણને હોસ્પિટલ ભેગી કરી દીધી. પોલીસે મેડની ધરપકડ કરી લીધી છે. મેડ ઘરના માલિકને એવું કહીને બ્લેકમેલ કરી રહી હતી કે તેણે તેની સાથે થયેલા સેક્સ સંબંધોનું રેકોર્ડિંગ કરી લીધું છે અને તેને રૂપિયા ના આપવામાં આવ્યા તો તેને સાર્વજનિક કરી દેશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ઘરના માલિક એક પબ્લિક સેક્ટર ફર્મમાં ડીજીએમના પદ પર છે. જ્યારે માલિક મેડ સાથેના શારીરિક સંબંધનો ઇનકાર કરી રહ્યા છે. તેમણે પોલીસને જણાવ્યું કે તેમનો મેડ સાથે એવો કોઇ પ્રકારનો સંબંધ નથી, પરંતુ કોઇ પણ પ્રકારની માથાકૂટમાંથી બચવા માટે તેમણે તેને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. મેડ છેલ્લા એક વર્ષથી તેમના ઘરમાં કામ કરે છે અને બીમાર પત્નીની દેખભાલ કરતી હતી.

blackmail
પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ત્રણ મહીના પહેલા જ તેણે અધિકારીને કથિત વીડિયો રેકોર્ડિંગ અંગે જણાવ્યું અને તેને સાર્વજનિક કરવા અને બળાત્કારનો કેસ નોંધાવવાની ધમકી આપી. રૂપિયા માટે વધારે દબાણ બનાવવા માટે મેડે અધિકારીની પત્ની સાથે પણ આ જ વાત કહી, જે સાંભળીને તેને હાર્ટ એટેક આવી ગયો. પોલીસે જણાવ્યું કે મેડે પરિવારને ધમકી આપી હતી કે તે હાઉસિંગ સોસાયટીમાં કપડા ઉતારીને ઊભી રહી જશે અને સૌને કહેશે કે તેનું શારીરિક શોષણ થયું છે.

મામલો પોલીસની પાસે પહોંચ્યો તો પોલીસે અંધેરી વેસ્ટમાંથી મેડની ધરપકડ કરી લીધી. આસિસ્ટેંટ પોલીસ કમિશ્નર સમાધાન ધાનેધરે જણાવ્યું, 'મેડ ખોટી વાર્તાઓ કરીને પરિવારને આતંકિત કરી રહી હતી. તે પરિવારની ઇજ્જતની ફજેતી કરવાની ધમકી આપી રહી હતી. અને તે લોકો કોઇ માથાકૂટથી બચવા માટે તેને રૂપિયા આપી રહ્યા હતા. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ કામવાળીએ કોઇ અન્ય પરિવારને પણ બ્લેકમેલ કરીને રૂપિયા તો નથી પડાવ્યા ને.'

English summary
A maid, who blackmailed her employer saying she had recorded their alleged sexual trysts, sending the man's wife to hospital with a cardiac arrest, was arrested by Mumbai Police after she started demanding even more money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more