• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ઇસ્લામ કબૂલ કરો નહીંતર વિમાન ઉડાવી દઇશ'

|

નવી દિલ્હી, 8 નવેમ્બર: મુંબઇથી દિલ્હી જઇ રહેલા ઇન્ડિગોના વિમાનમાં બુધવારે એક એક મુસાફરોએ ખાસો હોબાળો મચાવી દીધો હતો. આ વિમાનમાં એક વ્યક્તિ અચાનક ઉભો થઇ ગયો અને મુસાફરોને ધમકાવવા લાગ્યો. અને કહેવા લાગ્યો બધા લોકો ઇસ્લામ અંગીકાર કરો નહીંતર વિમાન ઉડાવી દઇશ.

આ વ્યક્તિએ એક મોબાઇલ ફોન બતાવતા કહ્યું કે તે વિમાન ઉડાવી દેશે. વિમાનમાં બેઠેલા બધા જ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા.

દરમિયાનમાં એક એરહોસ્ટેસ તેને સમજાવવા ગઇ તો આ સખ્શે તેને તમાચો ચોડી દીધો. બાદમાં મુસાફરોએ આ વ્યક્તિને પકડી લઇ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સાંજે લગભગ છ વાગ્યે જ્યારે વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર પહોંચ્યું તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

જોકે આ શખ્શ કોણ હતો અને તે શું કરવા માગતો હતો અને તેની પાસે ખરેખર કોઇ વિસ્ફોટક હતા કે નહીં તે અંગેની તપાસ પાલીસ કરી રહી છે.

English summary
A passenger on board a Mumbai-Delhi IndiGo flight suddenly turned violent mid-air on Wednesday and started raising Islamic slogans while threatening to harm the aircraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X