For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોરીના આરોપમાં એક વ્યક્તિની મારી મારીને હત્યા

બિહારના સીતામઢી જિલ્લામાં વેન ડ્રાઈવરના પૈસા ખુચવીને ભાગવાના આરોપમાં બાઈક સવારની લોકોએ મારી મારીને હત્યા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બિહારના સીતામઢી જિલ્લામાં વેન ડ્રાઈવરના પૈસા ખુચવીને ભાગવાના આરોપમાં બાઈક સવારની લોકોએ મારી મારીને હત્યા કરી દીધી છે. પીક અપ ડ્રાઈવર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપી તેના પૈસા ખુચવીને ભાગી રહ્યો હતો. ત્યારે જ ત્યાં ગ્રામીણો ભેગા થઇ ગયા. ત્યારપછી ભીડે તેમની મારી મારીને હત્યા કરી નાખી. મળતી જાણકારી અનુસાર રૂપેશ ઝા બાઈકથી જઈ રહ્યો હતો તે દરમિયાન પીક અપ વેન ડ્રાઈવરે આરોપ લગાવ્યો કે તે તેના પૈસા લઈને ભાગી રહ્યો છે. આ ઘટના રામ નગર ગામની છે, જે રીગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

mob lynching

ગ્રામીણો ઘ્વારા રામ નગર ગામમાં જ રૂપેશ ઝા ને રોકી લેવામાં આવ્યો, જ્યાં તેનો ગ્રામીણો સાથે વિવાદ થવા લાગ્યો, જે મારપીટમાં બદલાઈ ગયો. સીતામઢી સદરના ડીએપી વીર ધીરેન્દ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે રૂપેશનો ગામના કેટલાક લોકો સાથે વિવાદ થયો. ત્યારપછી તેને ખુબ જ ખરાબ રીતે મારવામાં આવ્યો. રૂપેશને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાંથી તેને પટના મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. જ્યાં તેની મૌત થઇ ગઈ.

આ પણ વાંચો: મૉબ લિંચિંગનો વધુ એક કિસ્સો, અપહરણની શંકામાં 3ની હત્યા

ડીએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રૂપેશની હત્યા પાછળ કયું કારણ છે તે જાંચ પછી જ ખબર પડશે. અમે હાલમાં આખી ઘટના વિશે જાંચ કરી રહ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર પીક અપ ડ્રાઈવર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે રૂપેશ પોતાની બાઈકથી તેના પૈસા લઈને ભાગી રહ્યો હતો.

આ પણ વાંચો: મુસલમાનોની વધતી જનસંખ્યાને કારણે થઇ રહી છે મોબ લિંચિંગ

પોલીસ સૂત્રો અનુસાર રૂપેશ પીક અપ ડ્રાઈવરના પૈસા લઈને ભાગી રહ્યો હતો. જયારે ડ્રાઈવરે ચીસો પાડવાનું શરુ કર્યું ત્યારે ગ્રામીણોએ તેને રોકી લીધો અને દંડાથી તેની પીટાઈ કરી નાખી. જયારે રૂપેશના સંબંધીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામીણો ઘ્વારા તેને એટલા માટે મારવામાં આવ્યો કારણકે તે પીક અપને ઓવરટેક કરવાની કોશિશ કરી રહ્યો હતો. ડીએસપીને જયારે પૂછવામાં આવ્યું કે ખુંચવવામાં આવેલા પૈસા મળી આવ્યા કે નહીં. તેના જવાબમાં ડીએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ આ મામલે દરેક એંગલ વિશે તપાસ કરી રહ્યા છે.

English summary
Man was beaten to death in Bihar Sitamarhi allegedly snatching money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X